અભિનેત્રી જૈસ્મીન ભસીન સાથે એક દુર્ઘટના થઈ ગઈ છે. જેના કારણે તેને આંખે દેખાતું બંધ થઈ ગયું છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે અભિનેત્રી એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર થઈ રહી હતી અને તેણે આંખમાં લેન્સ પહેર્યા. લેન્સ પહેર્યાની સાથે જ તેને આંખમાં બળતરા શરૂ થઈ ગઈ અને થોડી જ વારમાં દેખાતું પણ બંધ થઈ ગયું.