જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં એક કારમાં આગ લાગી હતી. કાર સળગતા ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે રોડની સાઇડમાં રહેલાં એક ઝુપડામાં પણ આગ લાગી ગઇ હતી