પુર્વ આયોજીત કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી આગેવાનોએ પ્રાન્ત અધિકારીને તટસ્થ તપાસની માંગ
પુર્વ આયોજીત કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી આગેવાનોએ પ્રાન્ત અધિકારીને તટસ્થ તપાસની માંગ
ઊનાના લોહાણા યુવકનુ ગત ૧૮ જાન્યુઆરીના અપહરણ કરીને ગાડીમાં બેસાડી ગીરગઢડા રોડ પર આવેલ કાચાં રસ્તે લઈ જઈ ને અંગત કારણોસર ઢોરમાર માર્યો હતો. આ બાબતે ઊના પોલીસમાં યુવાને ફરીયાદ નોંધાવી હતી. આ બાબતે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ હુમલાખોરોને પકડી પાડી એક દિવસના તેના રીમાન્ડ મેળવ્યા હતા.
લોહાણા યુવક જીગર ભાઈ ચત્રભુજ લાખાણીના ઉપર થયેલા હુમલાના ધેરા પ્રત્યાઘાત પડયા હતા અને શહેરના રાજકિય અને તેના સાથીદારો દ્વારા લોહાણા યુવકની ઓફીસ નજીક દિન-દહાડે અવવારૂ જગ્યાએ લઈ જઈ ઢોરમાર મારી બન્ને હાથ ભાંગી નાખતા. આ ધટનાની અનુસંધાને ઊના લોહાણા મહાજનના પ્રમુખ ડો. માનસતા લોહાણા અગ્રણી ચંદુભાઈ કોટેચા, એડવોકેટ દિપકભાઈ પોપટ, ભાજપ અગ્રણી કાન્તીભાઈ છગ, ગુણવંતભાઈ રૂપારેલ, જયંતીભાઈ નથવાણી, રસીકભાઇ તન્ના, કિશોરભાઈ જોબનપુત્રા નયનભાઈ રાયઠઠા, સહિતના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આ હુમલાની ધટનાને વખોડીને હુમલાની ધટના પૂર્વ આયોજિત કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી સમગ્ર ઘટનાની તટસ્થ તપાસની માંગણી કરીને ભવિષ્યમાં આવી ઘટનાનુ પુનરાવર્તન ન થાય તેવી માંગણી સાથે નાયબ કલેકટર ચિરાગ હિરવાણીયાને આવેદનપત્ર આપ્યું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0