મૃતક માનસિક રીતે અસ્વસ્થ હોય તે વધુ સમય મંદિર આસપાસ પસાર કરતા હતા
મૃતક માનસિક રીતે અસ્વસ્થ હોય તે વધુ સમય મંદિર આસપાસ પસાર કરતા હતા
કેશોદના શેરગઢ ગામે ગઢમાં રહેતા મનુભાઈ કનુભાઈ દયાતર (ઉ.વ.૪૨) કુદરતી હાજતે ગામના પાદરમાં પસાર થતી નદી કિનારે ગયેલા હોય આકસ્મિક રીતે પડી જતાં ડુબી જવાથી મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.
કેશોદના શેરગઢ ગામના મૃતક મનુભાઈ કનુભાઈ દયાતર માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ બહાર આવ્યું છે. કેશોદના શેરગઢ ગામના તરવૈયા યુવાનો અને ગામવાસીઓ દ્વારા મૃતક મનુભાઈ કનુભાઈ દયાતરનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કેશોદના શેરગઢ ગામે માતા પુત્ર એકલા જ રહેતાં હતાં અને મૃતક મનુભાઈ કનુભાઈ દયાતર માનસિક અસ્વસ્થ હોય ખેતીની સાર-સંભાળ એમના બનેવી રાખતા હતા. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
કેશોદના શેરગઢ ગામે આવેલા મંદિર આસપાસ મનુભાઈ કનુભાઈ દયાતર નિયમિત વધુ પ્રમાણમાં સમય પસાર કરતા હતા. કુદરતી હાજતે જતાં પગ લપસી જતાં આકસ્મિક ઘટના બની હતી શેરગઢ ગામના મહિયા ક્ષત્રિય સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઉર્ફે મોહનભાઈ યુવાનો સાથે દોડી આવ્યાં હતાં અને મૃતદેહ બહાર કાઢી કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. કેશોદના શેરગઢ ગામે આશાસ્પદ યુવાનનું આકસ્મિક મૃત્યુ થતા શોકનુ મોજું ફરી વળ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0