રાજ્યકક્ષાનો દ્વિ-દિવસીય કાર્નિવલ વિદ્યાર્થીઓની અંતર ક્ષિતિજોને વિકસાવશે
રાજ્યકક્ષાનો દ્વિ-દિવસીય કાર્નિવલ વિદ્યાર્થીઓની અંતર ક્ષિતિજોને વિકસાવશે
રાવળની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓની આંતરક્ષિતિજોને વિકસાવતો દ્વિ દિવસિય ‘સાયન્સ કાર્નિવલ’નો પ્રારંભ થયો છે. આ કાર્નિવલમાં પ્રોફેસર્સની નિશ્રામાં દેશના ભાવિ નાગરિક એવા વિદ્યાર્થીઓએ ભવિષ્યના ઉર્જાસ્ત્રોત અને ટેક્નોલોજીને અનુલક્ષીને વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કર્યાં હતાં.
વિદ્યાર્થીઓની ટેલેન્ટમાં નિખાર આવે અને વિજ્ઞાન વિષય પ્રત્યે રસ-રૂચી વધે એવા હેતુથી યોજાયેલા રાજ્યકક્ષાના આ સાયન્સ કાર્નિવલમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો સમન્વય કરી વિદ્યાર્થીઓએ એ.આઈ.ટેક્નોલોજી, હરિત પર્યાવરણ સાથે ઉર્જા સહિત ટેસ્લા સ્માર્ટ સીટી, ગ્રીન એન્વાયર્નમેન્ટ, પ્રાણી વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ઓઝોન અમ્બ્રેલા જેવા વિષયોના વૈવિધ્યસભર પ્રોજેક્ટ્સથી પર્યાવરણના સુરક્ષા કવચ સાથેના અત્યાધુનિક ભારતનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું.
દ્વિ દિવસીય સાયન્સ કાર્નિવલના બીજા દિવસે સ્ત્રી સશક્તિકરણ, વિવિધતામાં એકતા, બેટી બચાવો બેટી પઢાવો, પર્યાવરણનું રક્ષણ જેવી થીમ પર કૃતિઓ રજૂ થશે. વિદ્યાર્થીઓ દ્વારા કચ્છી ગરબો, દુહા છંદ ચોપાઈ, લગ્ન ગીત, રાજસ્થાની નૃત્ય રજૂ થશે. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ અને ટ્રોફીથી સન્માનિત કરાશે.
વેરાવળ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના દ્વિ દિવસિય સાયન્સ કાર્નિવલમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાપ્રતિભા દર્શાવી છે. વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને પદ્ધતિને અનુસરીને વિવિધ વૈજ્ઞાનિક નિયમોનુસાર પ્રોજેક્ટ્સ રજૂ કર્યાં છે. રાજ્યકક્ષાના આ સાયન્સ કાર્નિવલમાં જૂનાગઢ, અમદાવાદની કોલેજના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો છે. આચાર્ય સ્મિતાબહેન છગે જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે જ વ્યક્તિત્વ નિખાર પણ મહત્વનું છે. વિજ્ઞાનના અવનવા પ્રોજેક્ટસની સાથે જ કલાનો સમન્વય કરીને આ કાર્નિવલ યોજવામાં આવ્યો છે.
વધુમાં કાર્નિવલના ફૂડ જંક્શનના માધ્યમથી વિદ્યાર્થીઓએ જાતે જ પાણીપૂરી, સેન્ડવિચ, ભજિયા, લસ્સી, સમોસા, ઘૂઘરા વગેરે બનાવી અને આ ઉત્પાદનોના વેચાણ થકી આર્થિક ઉપાર્જન કરી બિઝનેસ મોડલને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0