પ્રકૃતિના સુંદર મિજાજ આધારિત શણગાર
પ્રકૃતિના સુંદર મિજાજ આધારિત શણગાર
બોટાદના સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન દેવને કરાયો અનોખો શણગાર,કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને તેમના વિશેસ દિવસ માનતા શનિવારના રોજ રંગીન કલરફુલ વાઘાનો દિવ્ય શણગાર જે આવનારી હરિયાળી ઋતુ એટલે કે વર્ષાઋતુમાં થતા પ્રકૃતિના સુંદર મિજાજ આધારિત કરવામાં આવ્યો હતો. દાદાના રંગીન શણગારમાં વર્ષાઋતુમાં લીલીછમ થતી ધરતી, સુંદર ખીલી ઉઠતા ફૂલો, પતંગિયાઓ, વરસાદ લાવતા વાદળો, તેમજ વર્ષાઋતુનું ઘરેણું મનાતું મેઘ ધનુષ્ય સાથે શણગાર કરાયો હતો. દર શનિવાર અને મંગળવારની સાથે સાથે વિવિધ તહેવારો તેમજ બદલાતી ઋતુને આધારિત કષ્ટભંનજન દાદાનો સુંદર શણગાર કરવામાં આવે છે.સોશ્યિલ મીડિયા મારફતે હજારો ભકતો શણગારનો તેમજ દાદાના દર્શનનો લાભ મેળવે છે.
પ્રતિદિન સારંગપુર દાદાના મંદિર પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે પહોંચે છે. તેમજ દાદાની આરતીમાં જોડાવાની સાથે પ્રસાદનો પણ લાભ મેળવે છે. જેની સાથે મંદિર પરિષરના શાંત તેમજ પવિત્ર વાતાવરણની અનુભૂતિ કરે છે. ખાસ કરીને શનિવાર તેમજ મંગળવારના રોજ વહેલી સવારથીજ દાદાની પ્રથમ આરતીમાં જોળાવા હજારો શ્રદ્ધાળુઓ મંદિર ખાતે ઉમટી પાળે છે. જે પછી સંપૂર્ણ દિવસ દરમિયાન અસંખ્ય ભક્તો દર્શન માટે સારંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે પહોંચે છે.
.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0