પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વાર વિવાદમાં આવ્યો છે. મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે
પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વાર વિવાદમાં આવ્યો છે. મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે
ગુજરાતનો દરિયાકાંઠો ફરી એક વાર વિવાદમાં આવ્યો છે. આ વખતે પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. જેના આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને મોડી રાતે એક ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી. જેમાં 500 કિલો ડ્રગ્સ હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વાર વિવાદમાં આવ્યો છે. મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્ત્વપૂર્ણ ઈનપુટ મળ્યા હતા. જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટસ આવવાની બાતમી મળી હતી જેના આધારે તેને આંતરવા માટે NCB દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી.
ગઈકાલે મોડી રાતથી શરુ થયેલા આ ઓપરેશનમાં NCBએ 500 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું હોવાની વિગતો મળી રહી છે. હજી સત્તાવાર રીતે કેન્દ્રીય એજન્સીએ જાહેરાત કરી નથી, પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ આ બોટને ગુજરાતના દરિયાકાંઠે લાવવામાં આવી રહી છે અને મોટા પ્રમાણમાં જે ડ્રગ્સ બોટમાં આવી રહ્યું હતું તેને પકડીને એક મોટી સફળતા એજન્સીને મળી છે. સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે પોરબંદરના દરિયાકાંઠે લાવ્યા બાદ ડ્રગ્સ અંગેની વિગતો મેળવવામાં આવશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0