ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. યાર્ડમાં ડુંગળીના બે લાખથી વધુ કટ્ટાની આવક થતા યાર્ડ લાલ ડુંગળી ઉભરાયું છે તો યાર્ડ બહાર હજુ 500થી વધુ વાહનોની કતારો જોવા મળી રહી છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડ બહાર ગઈકાલ સવારથી સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને આવી પોહચ્યા હતા અને રાત 9 વાગ્યા સુધીમાં અંદાજે 2 હજારથી વધુ વાહનોની 7 થી 8 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે બે લાખ કટ્ટાની આવક થવા પામી હતી. જે આ વખતેની ડુંગળીની રેકોર્ડબ્રેક આવક છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું હતું. હજુ પણ યાર્ડની બહાર ડુંગળી ભરેલ 500 થી વધુ વાહનોની લાઈનો લાગી હોય વહેલી તકે તેમની ડુંગળી ખરીદી લેવામાં આવશે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ. 200 થી રૂ. 850 સુધીનો ભાવ બોલાયો હતો.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક કરવામાં આવી હતી. યાર્ડના ગ્રાઉન્ડમાં જ્યાં નજર ત્યાં લાલ ડુંગળીના કટ્ટાના થપ્પા લાગી ગયા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભર માંથી જેવા કે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો વાહનોમાં લાલ ડુંગળીની જણસી ભરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા માટે આવી પોહચ્યા હતા. જેથી સીઝનની સૌથી વધુ રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0