યુવાનો નશાના રવાડે ચડીને બરબાદ ન થાય તે માટે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
યુવાનો નશાના રવાડે ચડીને બરબાદ ન થાય તે માટે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
યુવાનો નશાના રવાડે ચડીને બરબાદ ન થાય તે માટે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે થોડા સમય પહેલા ગુજરાતના અનેક સ્થળોએથી ડ્રગ્સ માફીયાઓને પોલીસે ઝડપી પડ્યા હતા. ત્યારે ગઈ કાલે ગુજરાત ATS દ્વારા ખંભાતમાં આવેલ દવા બનાવતી ફેકટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતી મળી હતી. ATS દ્વારા આ બાબતે ફેકટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર ખંભાતની સોખડા GIDCમાં આવેલી ગ્રીનલાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની ફાર્મા કંપનીમાં ડ્રગ્સના સંદિગ્ધ મટીરીયલ હોવાની આશંકાના આધારે ગુજરાત ATS દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ATS ને SOGની ટીમે આં કંપનીના માલિકો, ભાગીદારો અને કર્મચારીઓ સહીત ૫ લોકોની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી છે. ડ્રગ્સ બનાવવા માટે ભળતા નામે રો-મટીરીયલ માંગવવામાં આવ્યું હતું . પોલીસ દ્વારા ફેકટરીમાં તપાસ હાથ ધરતા ફેકટરીમાં ઘેનની ગોળી બનાવાવનું રો-મટીરીયલની આડમાં ડ્રગ્સ બનાવવમાં આવતું હોવાનો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.
કંપની દ્વારા એમડી ડ્રગ્સ, લીક્વીડ ડ્રગ્સ, સહિતના ડ્રગ્સ બનાવવાનાં રો-માંતીરીયાલનું કેમિકલ અન્ય ભળતા નામે મંગાવવામાં આવતું હતું, આ રો-મટીરીયલમાંથી ડ્રગ્સ બનાવીને વિદેશમાં મોકલવામાં આવતું હતું. પ્રાથમિક તપાસમાં સર્ચ ઓપરેશન દરમ્યાન FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી. હાલ ડ્રગ્સનો કેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0