ધો.૯ની વિદ્યાર્થીનીઓને ડિજિટલ કાંટા ઉધોગ વિષે સંપૂર્ણ સમજ આપવામાં આવી
ધો.૯ની વિદ્યાર્થીનીઓને ડિજિટલ કાંટા ઉધોગ વિષે સંપૂર્ણ સમજ આપવામાં આવી
સાવરકુંડલા ખાતે આવેલ કે. કે. હાઈસ્કૂલના વિદ્યાર્થીનીઓની ઈન્ડસ્ટ્રીયલ ટૂર ગત તા. ૨૮ને મંગળવારના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં કે.કે. હાઈસ્કૂલની ધોરણ- ૯ની વિદ્યાર્થિનીઓને બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડ, રાજકોટ (બીઆઈએસ) દ્વારા ઈંડિસ્ટ્રીયલ વિઝિટનું આયોજન કરવામાં આવી હતી. જેમાં ધોરણ-૯ ના ૩૦ બહેનોને ‘સિધ્ધાર્થ ગજાનંદ સ્ટીલ–સાવરકુંડલા કે જે ભારતનો પ્રખ્યાત 'ડિજિટલ કાંટા ઉધોગ' છે, ત્યાં મુલાકાત કરાવવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન બહેનોને ડિજિટલ કાંટા કઇ રીતે બને છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી નિદર્શન દ્વારા આપવામાં આવી હતી. બીઆઈએસના મેન્ટર તરીકેની ફરજ ભૂમિકાબેન ઢગલ તથા અમિષાબેન સોલંકીએ નિભાવી હતી. સમગ્ર ટૂરનું આયોજન યોગેશભાઈ પરમાર અને પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયાના માર્ગદર્શન હેઠળ થયું હતું. સંપૂર્ણ નિદર્શન બાદ કંપની દ્વારા વિદ્યાર્થીનીઓ માટે પૌષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે આ વિઝિટ પૂર્ણ થઈ હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0