750 MLની ૧૨ બોટલ સાથે રૂ.8352 નો મુદ્દામાલ જપ્ત
750 MLની ૧૨ બોટલ સાથે રૂ.8352 નો મુદ્દામાલ જપ્ત
કેશોદ શહેર તાલુકામાં વિદેશી દારૂના રવાડે ચડી બરબાદ થતાં યુવાધનને બચાવવા કેશોદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત સર્વેલન્સ ટીમ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, સંજયભાઈ મોહનભાઈ ભંભાણા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયાને ખાનગી રાહે માહિતી મળી હતી કે, એરપોર્ટ રોડ પર બડોદર ગામના બે ઈસમો બીપીનભાઈ ગૌરીશંકરભાઈ માઢક અને અમીતભાઈ બાઘુભાઈ ડાભી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આપવાના છે.
એરપોર્ટ રોડ પર આવેલા રેલ્વે ફાટક આગળ પંચો સાથે પહોંચતા ત્યાં બે શખ્સ ઉભા હતા. જેમાં એક પાસે રહેલો કાળા કલરનો થેલો પંચો રૂબરૂમાં તપાસતા ભારતીય બનાવટની એકસરખી વિદેશી દારૂની ૧૨ નંગ બોટલ મળી આવી હતી. તેમની પાસેથી પાસ પરમીટ માગતાં ન હોય પુછપરછ કરતા પોતાના નામ બીપીનભાઈ ગૌરીશંકરભાઈ માઢક (ઉ.વ.૩૭) રહે.બડોદર અને અમીતભાઈ બાઘુભાઈ ડાભી (ઉ.વ.૩૦) રહે.બડોદર વિરુદ્ધ પ્રોહીબીશન એકટની કલમ ૬૫એ, ૮૧ હેઠળ ગુનો નોંધી રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમિયમ વ્હિસ્કી ફક્ત દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં વેચાણ માટે લખેલ ૭૫૦ એમ.એલ.ની ૧૨ નંગ બોટલ રૂ. ૮૩૫૨ નો ગેરકાયદેસર પ્રોહીબીશનનો મુદ્દામાલ રાખી પકડાયો હતો. તેમની વધુ પુછપરછ કરતાં ભનુભાઈ પરમાર રહે.જુડ વડલી જી.ગીરસોમનાથ દ્વારા આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ બન્ને શખ્સોની અટકાયત કરી એકબીજાને મદદગારી કરવા ત્રણેય વિરુદ્ધ ગુનો નોધવામાં આવ્યો છે. કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી એન ગરચર આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0