સગીરાનું અપહરણ કરીને અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરનાર માણેકપુર ગામનાં નરાધમ શખ્સને ઊના સ્પેશ્યલ પોકસો કોર્ટએ ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારીછે
સગીરાનું અપહરણ કરીને અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરનાર માણેકપુર ગામનાં નરાધમ શખ્સને ઊના સ્પેશ્યલ પોકસો કોર્ટએ ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારીછે
સગીરાનું અપહરણ કરીને અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરનાર માણેકપુર ગામનાં નરાધમ શખ્સને ઊના સ્પેશ્યલ પોકસો કોર્ટએ ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારીછે. 19 નવેમ્બર 2022ના રોજ માણેકપુર ગામની સગીરાનું ભાવનગર જિલ્લાના મહુવા ગામનાં હરેશ ઊર્ફે હરી અરજણ બારૈયા (ઉં.૨૫) લલચાવી ફોસલાવી અપહરણ કરીને લઈ ગયાં અંગે સગીરાની માતાએ ઉનાનાં નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની શોધખોળ કરી 7 ડિસેમ્બર 2022ના રોજ ઝડપી પાડયો હતો. પોલીસ તપાસમાં સગીરા પર અવાર નવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલ્યુ હતું. આ અંગે પોલીસે મેડીકલ ચેકઅપ તેમજ ભોગ બનનારનાં નિવેદનો સહિતના તમામ પુરાવા સાથેની ચાર્જશીટ કોર્ટ રજુ કરી હતી.
આ અંગેનો કેસ દુષ્કર્મ આચરનાર જેલ હવાલે હોય તે સમય દરમિયાન જ ચાલી જતાં ભોગ બનનાર સગીરા મેડિકલ ચેકઅપ કરનાર તબીબ, પોલીસ, સાહેદોની જુબાની તેમજ સગીરા તરફે રહેલાં સરકાર પક્ષે સ્પે.પબ્લિક પ્રોસીકયુટર મોહન ગોહેલની ધારદાર દલીલો ધ્યાને લઈ કોર્ટે આરોપી હરેશ ઉર્ફે હરિ અરજણ બારૈયાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. સ્પેશ્યલ કોર્ટએ સગીરાનું અપહરણ અને તેનાં પર આચરાયેલા દુષ્કર્મનાં બનાવની ધટનાને ગંભીરતા પૂર્વક લીધી હતી અને ટુંકા સમયમાં કેસ ઝડપી ચલાવી આરોપીને સજા ફટકારી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0