223મા સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે ઠાકોરજીને દિવ્ય શણગાર ધરાયો
223મા સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે ઠાકોરજીને દિવ્ય શણગાર ધરાયો
પવિત્ર ધનુર્માસ એવં 223 માં શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવને સંગીતનાં વાદ્યો ધરાવવામાં આવ્યા હતા. સાથે જ વહેલી સવારે 5:45 કલાકે શણગાર આરતી જે નિહાળી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે ગઈકાલે ગુરુવારના રોજ 223મા શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને તબલા, હારમોનિયમ, વીણા, વાંસળી, બેંજો, મંજીરા, ડ્રમ, ડમરૂ, ડફલી, સિતાર, ગીટાર, ઢોલ અને શરણાઈ વિવિધ સંગીતના વાદ્યોનો દિવ્ય શણગાર કરાવવામાં આવ્યો છે. એવં શ્રીહરિ મંદિરમાં ઠાકોરજીને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યા હતા. ગઈકાલે વહેલી સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં તા. 16 થી 14 જાન્યુઆરી 2025 સુધી શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રીહનુમાન ચાલીસા યજ્ઞમાં સવારે 7થી 12 અને સાંજે 3થી 6 કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સારંગપુરધામ દ્વારા હનુમાન ચાલીસા યજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6 વાગ્યા સુધી આ યજ્ઞ કરવામાં આવે છે. તો યજ્ઞ કરાવવા ઇચ્છુક ભક્તો નં.98258 35306 પર ઓનલાઇન રજીસટ્રેશન કરી શકશે તેમજ મંદિર પરિસરમાં દનભેટ કાઉન્ટર નં.4 પર નામ નોંધાવી શકશે. જેની કિંમત 1100 રહેશે. નોંધનીય છે કે, ઘરે બેઠા સાળંગપુરધામમાં યજ્ઞ કરાવવા નોંધાવેલા નામથી સંકલ્પ અને પૂજા કરવામાં આવશે અને તેમના એડ્રેસ પર દાદાની પ્રસાદી મોકલવામાં આવશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0