સરકારી પડતર પડેલ જમીન તેમજ મંડળીની જમીન ઉપર દબાણો કર્યા અંગે રજૂઆત કરાતાં ચકચાર ફેલાઇ
સરકારી પડતર પડેલ જમીન તેમજ મંડળીની જમીન ઉપર દબાણો કર્યા અંગે રજૂઆત કરાતાં ચકચાર ફેલાઇ
તાજેતરમાં ધોકડવા ગામે ગૌચરની જમીન દબાણો દૂર કરાતાં બેડીયા ગામે વાડ ખુદ ચિભડા ચાવી રહી હોય તેવી સરપંચ સામે દબાણો કરેલ હોય તે દુર કરાવવા અને લેન્ડ ગ્રેબિંગનો ઓનલાઇન અરજી કરાતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ગીરગઢડાના બેડીયા ગામે આવેલ સર્વે નં. 59 ની જગ્યા ક્ષેત્રફળ 222-2 જાહેર હરાજીથી મકાન બનાવવા બેડીયા ગોધરો બનાવવા જુથ ખે.વિ.ધિ. કાર્યકારી મંડળી માટે જમીન આપવામાં આવેલ છે. તે જગ્યા પર હાલ રહેણાંકી મકાનનુ બાંધકામ ગામના મહિલા સરપંચના પતિ સુરેશ ઊર્ફે ભાયા દ્વારા ગેરકાયદેસર કરાતુ હોય તેની ફરીયાદો ઊચ્ચ કક્ષાએ કરવાં છતાંય અટકાવવામાં આવતું નથી તેમજ ગામ વચ્ચે આવેલ સર્વે નં. 159 પૈકી 1 ની સરકારી ખરાબાની જમીનમા અમુક માથાભારે તત્વો દ્વારા દબાણો કરેલા હોય તેની સામે લેન્ડ ગ્રેબિંગ કરવા બેડીયા ગામના જયસુખભાઇ ચનાભાઈ બલદાણીયા દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરી ઓનલાઇન અરજી કરાતા ચકચાર મચી જવા પામી છે બેડીયા ગામે સહકારી મંડળીના પ્રમુખ અને મહિલા સરપંચના પતિ સુરેશ ભાયા ઊર્ફે ગુણાભાયા ખુદ સહકારી મંડળીની જગ્યામા ગેરકાયદેસર રીતે પોતાનુ પાકું મકાનનુ બાંધકામ કરતો હોવાનો આક્ષેપ ફરીયાદમા કર્યો છે.
અધિકારી તેમજ તલાટી મંત્રી અને છેક કલેકટર સુધી ફરીયાદ થવા છતાંય ગેરકાનૂની રીતે પંચાયતની મંજુરી વગર થતાં બાંધકામ રોકવા ગીરગઢડા તાલુકા પંચાયત અધિકારીઓ કોની લાજ કાઢી રહ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0