પ્રાર્થના, શાળા સફાઇ, વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ, ટ્રાફિક સપ્તાહ ઉજવણી પર નાટક, નૃત્ય વિગેરે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા ૩૨ વિદ્યાર્થીઓને ઇનામથી નવાજ્યા
પ્રાર્થના, શાળા સફાઇ, વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ, ટ્રાફિક સપ્તાહ ઉજવણી પર નાટક, નૃત્ય વિગેરે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા ૩૨ વિદ્યાર્થીઓને ઇનામથી નવાજ્યા
સાવરકુંડલાની પી.પી.એસ. હાઇસ્કૂલ વંડામાં ધો.૧૦-૧૨નો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શુભ શરૂઆતમાં સરસ્વતીની વંદનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાને યાદગીરી સ્વરૂપે વિધાર્થીની આયુષી રોહિતભાઇ ઓઝા, તળાવિયા વત્સલ જીતુભાઇ તથા પરિતા મયુરભાઇ ચૌહાણ તરફથી સીલીંગ ફેન તેમજ ધોરણ ૧૨ના ભાઇઓ બહેનો તરફથી ૪ સીલીંગ ફેન સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો હતા. આ દરમિયાન શાળાના ભૂતપુર્વ વિધાર્થીઓનુ સંગઠન કર્મયોગ ફાઉન્ડેશન-વંડાના ટ્રસ્ટી ચેતનભાઇ કાછડીયા, અનિલભાઇ નાકરાણી, તેમજ પ્રફુલભાઇ નાકરાણી દ્વારા શાળામાં વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે પ્રાર્થના, શાળા સફાઇ, વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ, ટ્રાફિક સપ્તાહ ઉજવણી પર નાટક, નૃત્ય વિગેરે સાંસ્કૃતિક તેમજ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તેવા ૩૨ ભાઇ બહેનોને કર્મયોગ ફાઉન્ડેશન તરફથી પ્રમાણ પત્ર, શિલ્ડ, ઇનામ (સેન્ડ્વિચ ટોસ્ટર ૨૮ નંગ + વોટર બોટલ ૮ નંગ), પેન સહિતના ઇનામના ખર્ચ પેટે થયેલ ખર્ચની અંદાજિત રકમ રૂ. ૨૦ હજારની સહાય ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
આ તકે, મનજીબાપા તળાવિયાએ વિદાય લઇ રહેલ ધો. ૧૦-૧૨ ના વિધાર્થીઓને પ્રગતિના પંથે આગળ વધવા માર્ગદર્શન, પ્રોત્સાહન તેમજ આશીર્વચનો પાઠવ્યા હતા. વિદાય લઇ રહેલ વિધાર્થીઓએ તેમના પ્રતિભાવો તેમજ સંસ્મરણો રજુ કર્યા હતા. વિદાય પ્રસંગે શાળા વાલી મંડળના પ્રમુખ અરવિંદભાઇ તળાવિયાએ વિધાર્થીઓને નાસ્તા માટે રૂ. ૫ હજાર તેમજ આચાર્ય સંજયભાઇ ચૌહાણે રૂ.૨ હજાર જાહેર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાના ભૂતપુર્વ વિધાર્થી ધનજીભાઇ મેપાભાઇ મકવાણા-વંડા તરફથી સરવૈયા દિવ્યારાજસિંહ નિર્મળસિહ, કસોટીયા પીયુષ મંગાભાઇ, કસોટીયા વિવેક કાળુભાઇ, ચૌહાણ વનિતા કાળુભાઇને સ્ટુડન્ટ ઓફ ધ યર શ્રેષ્ઠ વિધાર્થી જાહેર કરી તેમને પ્રમાણ પત્ર, શિલ્ડ, રોકડ પુરસ્કાર પેટે રૂ.૭ હજારની સહાય કરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0