નવાબંદર રહેણાંકી વિસ્તારમાં સિંહણે શિકારની મીજબાની માણી, ઊના પંથકમાં એક સાથે ચાર જગ્યાએ સિંહ ડોકાયા
નવાબંદર રહેણાંકી વિસ્તારમાં સિંહણે શિકારની મીજબાની માણી, ઊના પંથકમાં એક સાથે ચાર જગ્યાએ સિંહ ડોકાયા
વનરાજા દિવસે ને દિવસે હવે વન બહાર પણ પોતાનું સામ્રાજ્ય જમાવવા ઇચ્છતા હોય તેમ છેલ્લા ઘણા સમયથી જંગલ વિસ્તારને અડીને રેવન્યુ વિસ્તારમાં રઝળપાટ કરતાં હોવાનું સામે આવતું રહે છે. શહેરી વિસ્તાર અને હવે તો દરિયાઈ કાંઠે પણ પુખ્ત ઉંમરના પાઠડાઓ શિકારે ચડી આવતાં લોકો પણ સતત ભયમાં રહે છે. ગીરના રાજા ઊના પંથકની શેરી વિસ્તારમાં રખડતા જોવા મળ્યા હતા.
જો કે, એક કે બે નહિ એક સાથે ચાર ચાર જગ્યાએ સિંહે દેખા દેતા રહીશો ફફડી ઉઠ્યા છે. નવાબંદર રહેણાંકી વિસ્તારમાં બકરાંનો શિકાર કરી તેને જડબામાં લઇ આમ તેમ આંટા મારતી સિંહણે શિકારની મિજબાની માણી હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. ગીરગઢડા રોડ પર એક ખેતીની વાડીમાં સિંહ આવી ચડતાં ત્યાં રહેતાં ખેડૂત પરિવારમાં ગભરાટ વ્યાપી ગયો હતો. તાજેતરમાં એહમદપુર માંડવી બીચ પર ફેસ્ટિવલ પુરો થયો છે ત્યારે બિચ પર લટાર મારતાં એક સાથે બે સિંહ દરિયાની મોજ માણી રહ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0