ભરૂચના જંબુસર-આમોદ રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.
ભરૂચના જંબુસર-આમોદ રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.
હાલ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે ભરૂચના જંબુસર-આમોદ રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જેમાં મૃતકોમાં બે મહિલા, બે બાળકો અને બે પુરુષ સામેલ છે. અન્ય 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જંબુસર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર જંબુસરના પાંચ કડા ગામના પરિવાર ભરૂચ જઇ રહ્યો હતો આ દરમિયાન અકસ્માત નડ્યો છે. ભરૂચના જંબુસરના મગણાદ ગામ નજીક ઉભેલી ટ્રકમાં પાછળથી ઇકો કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.મૃતકો વેદચ, સાંભા પાંચકડા અને ટંકારી ગામના હતા. આ બંને પરિવાર ભરૂચના શુકલતીર્થ ગામે મેળામાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા. એ દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. . ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળાઓ ઉમટી પડ્યા છે.
આ અકસ્માતાં સપનાબેન જયદેવ ગોહિલ, જયદેવ ગોવિંદભાઇ ગોહિલ કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ, હંસાબેન અરવિંદ જાદવ, સંધ્યાબેન અરવિંદ જાદવ,વિવેક કુમાર ગણપતનું મોત નીપજયું છે . ત્યારે નીધીબેન ગણપત, મિતલબેન ગણપત, ગણપતભાઇ રમેશભાઈ, અરવિંદભાઈ રયજીભાઈ આ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0