મુંબઈમાં હવામાનમાં અચાનક પલટો
મુંબઈમાં હવામાનમાં અચાનક પલટો
13મી મેના રોજ બપોરે 3 વાગ્યે મુંબઈમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ બાદ વરસાદ પણ શરૂૂ થયો હતો. જોરદાર પવન અને વાવાઝોડાને કારણે દિવસ દરમિયાન રાત જેવું દ્રશ્ય દેખાવા લાગ્યું હતું. અંધારું થઈ ગયું. જેના કારણે ઘાટકોપરમાં એક મહા કાઈ બિલબોર્ડ પડી જવાથી 14 લોકોના મોત થયા હતા અને 59 લોકો ઘાયલ થયા હતા.
બિલબોર્ડ પડી જવાને કારણે ફસાયેલા 67 લોકોને બચાવી લેવાયા છે.આ લખાય છે ત્યારે હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તે જ સમયે, હવામાનમાં ફેરફારની અસર મુંબઈ એરપોર્ટના સંચાલન પર પડી હતી. ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે કેટલીક રિશેડ્યુલ કરવામાં આવી હતી. મેટ્રો અને લોકલ રેલ સેવાઓને પણ અસર થઈ હતી. જોકે, બે કલાક બાદ સેવાઓ ફરી શરૂૂ થઈ હતી.
મુંબઈના ઘાટકોપર, બાંદ્રા, કુર્લા, ધારાવી, દાદર, માહિમ, મુલુંડ અને વિક્રોલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ સિવાય મુંબઈના ઉપનગરો થાણે, અંબરનાથ, બદલાપુર, કલ્યાણ અને ઉલ્લાસનગરમાં પણ ધૂળની ડમરીઓ ઉડી હતી. અહીં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. પાલઘર અને થાણે જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ પવનની ઝડપ 50-60 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. કેટલાક સ્થળોએ ભારે પવન સાથે વીજળી પણ પડી શકે છે.
વડાલામાં જોરદાર વાવાઝોડાને કારણે બાંધકામ હેઠળનો મેટલ પાર્કિંગ ટાવર ધરાશાયી થયો હતો, જેના કારણે અનેક વાહનો અથડાયાં હતાં. બીજી તરફ ઘાટકોપરમાં એક બિલબોર્ડ પડી જવાથી 35 લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ લખાય છે ત્યારે 100થી વધુ લોકો ત્યાં ફસાયા છે. ઇખઈ અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0