દિલ્હી જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને પુણે એરપોર્ટ પર નડ્યો હતો અકસ્માત.
દિલ્હી જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને પુણે એરપોર્ટ પર નડ્યો હતો અકસ્માત.
દિલ્હી જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને પુણે એરપોર્ટ પર નડ્યો હતો અકસ્માત. એર ઈન્ડિયાનું વિમાન લેન્ડિંગ કરતાં જ રન-વે પર ટગ ટ્રેક્ટર સાથે અથડાયું. ટક્કર સાથે જ જોરદાર ઝટકો લાગ્યો હતો જેનાથી હડકંપ મચી ગયો. વિમાનના આગળના ભાગ અને લેન્ડિંગ ગિયરવાળા ટાયરને નુકસાન થયાની માહિતી છે. અકસ્માત બાદ મુસાફરોને તરત જ વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર મુસાફરોને બીજી ફ્લાઈટની સુવિધા આપવામાં આવી હતી. એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું છે કે મુસાફરોને તેમનું સંપૂર્ણ ભાડું પરત કરવામાં આવ્યું છે અને તેમને વૈકલ્પિક ફ્લાઈટની ઓફર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા લોકોને અન્ય વાહનોમાં દિલ્હી મોકલવામાં આવ્યા હતા જેથી તેઓ ત્યાંથી બીજી ફ્લાઈટ પકડી શકે. પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ અથડામણનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરી છે. પ્રારંભિક અહેવાલો મુજબ , વિમાનને જમીન પર ખસેડવા માટે ઉપયોગમાં લેવાતા ટગ ટ્રકે એરક્રાફ્ટને ટક્કર મારી હતી. DGCA તપાસ ઓપરેશનલ પ્રોટોકોલ અને સંબંધિત ક્ષતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.દુર્ઘટના બાદ એરપોર્ટની કામગીરી પણ કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહી હતી. જો કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનને થોડા સમય માટે નિરીક્ષણ અને સમારકામ માટે બહાર કાઢવામાં આવ્યું હતું અને હવે ઓપરેશન માટે સંપૂર્ણપણે તૈયાર છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0