ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. તો હવામાન વિભાગે આપેલા આંકડા પક નજર કરીએ તો, ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.2 ઇંચ વરસાદ ખાબક્યો છે.