મુંબઈમાં પણ છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં રવિવારે સતત ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે અને ઘણી જગ્યાએ લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે
મુંબઈમાં પણ છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં રવિવારે સતત ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે અને ઘણી જગ્યાએ લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે
મુંબઈમાં પણ છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં રવિવારે સતત ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે અને ઘણી જગ્યાએ લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે રવિવારે 36 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.
મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું કે, રવિવારે સાંજે 4 વાગ્યા સુધી કુલ 82 મીમી વરસાદ પડ્યો હતો. પાણી ભરાઈ જવાને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ઘણી જગ્યાએ સ્થિતિ વણસી ગઈ હતી. રદ કરાયેલી 36 ફ્લાઈટ્સમાંથી 24 ઈન્ડિગોની, 8 એર ઈન્ડિયાની અને 4 વિસ્તારાની હતી.અગાઉ 15 જેટલી ફ્લાઈટોને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન રાહતની વાત એ રહી કે લોકલ ટ્રેન ચાલુ રહી છે. જો કે હાર્બર લાઇન પર કેટલીક ટ્રેનો મોડી દોડતી રહી હતી. માનખુર્દ, પનવેલ અને કુર્લા સ્ટેશન પર ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા.
ઘણા રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે રોડ ટ્રાન્સપોર્ટના રૂટ બદલવામાં આવ્યા હતા. ટ્રોમ્બેમાં અંધેરી નગર સબવે, ખાર સબવે, મહારાષ્ટ્ર નગર સબવે બંધ રાખવામાં આવ્યો હતો.મુંબઈના વડાલા અને માટુંગામાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે કલાકો સુધી વાહનો અટવાયા હતા. ભારે વરસાદની સ્થિતિને જોતા સીએમ એકનાથ શિંદેએ તમામ વિભાગોના અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે.
નવી મુંબઈના સીબીડી બેલાપુરના સેક્ટર 8માં જય દુર્ગા માતા નગર પાસે 60 પ્રવાસીઓ પ્રવાસીઓ ફસાઇ ગયા હતા. જો કે બાદમાં ફાયર બ્રિગેડની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મુંબઈના સિન વિસ્તારમાં રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા. માટુંગા રોડ પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે, આખો બસ સ્ટોપ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0