કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે વડનગરની મુલાકાતે છે. અહી તેમને આર્કીયોલોજીકલ એક્સપીરીયન્સ મ્યુઝીયમનું ઉદઘાટન કર્યું. આ મ્યુઝીયમ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને રાજ્યના ડીરેકટોરેટ ઓફ આર્કીયોલોજી અને મ્યુઝીયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે વડનગરની મુલાકાતે છે. અહી તેમને આર્કીયોલોજીકલ એક્સપીરીયન્સ મ્યુઝીયમનું ઉદઘાટન કર્યું. આ મ્યુઝીયમ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને રાજ્યના ડીરેકટોરેટ ઓફ આર્કીયોલોજી અને મ્યુઝીયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે વડનગરની મુલાકાતે છે. અહી તેમને આર્કીયોલોજીકલ એક્સપીરીયન્સ મ્યુઝીયમનું ઉદઘાટન કર્યું. આ મ્યુઝીયમ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને રાજ્યના ડીરેકટોરેટ ઓફ આર્કીયોલોજી અને મ્યુઝીયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. ૨૯૮ કરોડના અંદાજીત ખર્ચ સાથે તૈયાર કરાયેલું આ મ્યુઝીયમ લગભગ ૧૨,૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. મ્યુઝીયમમાં ૫ હજારથી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માત્ર સંસ્કૃતિ અને કલા માટે નહિ , પરંતુ રાજ્યના શિક્ષણ અને ટૂરિઝમ ક્ષેત્ર માટે પણ એક અદ્વિતીય યોગદાન આપવા જઇ રહ્યો છે.
વિવિધ સમયગાળાની કાળો, શિલ્પો, વિવિધ ભાષાને પ્રદર્શિત કરતી નવ થીમેટિક ગેલેરીઓ પણ બનવામાં આવી છે.આ ઉપરાંત પ્રેરણા સંકુલ અને સ્પોર્ટસ કોમ્પ્લેકસ નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. રૂ.૭૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલા “પ્રેરણા સંકુલને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે. આ સ્કૂલમાં વૈશ્વિક સ્તરે શિક્ષણ અને અભ્યાસ સાથે જોડાયેલા નવા અભિગમોને વિકસાવવા માટે કેટલીક નવી યોજનાઓ રજૂ કરવામાં આવી છે.
વડનગરમાં સ્પોર્ટસ કોમ્પ્લેકસને પણ ખુલ્લું મુકવામાં આવ્યું છે. ખેલાડીઓને અત્યાધુનિક તાલીમ સુવિધા મળી રહે તે હેતુ સાથે આ કોમ્પ્લેકસમાં વિવિધ ઇન્દોર સ્પોર્ટ્સ ની સુવિધાઓ ઉપલબ્ધ કરવી છે. મ્યુઝિયમ અને સ્કૂલનો હેતુ માત્ર સ્થાનિક અર્થતંત્રને વિકસાવવો જ નથી, પરંતુ ભારતના સંસ્કૃતિ અને કલા દ્રષ્ટિએ મહત્વની ભૂમિકા ભજવવી છે. આ પ્રોજેક્ટ ગુજરાતમાં ભારત અને વિશ્વને કલા અને સંસ્કૃતિના મહત્વ પર નવી દૃષ્ટિ પ્રદાન કરશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0