સુરતના લસકાણા ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવતી કારે બે બાઈક ચાલકોને અડફેટે લીધા હતા.અને ત્યારબાદ કર ર બીઆરટીએસ રોડમાં ઘૂસીને પલ્ટી થતા અકસ્માત સર્જાયો હતો
સુરતના લસકાણા ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવતી કારે બે બાઈક ચાલકોને અડફેટે લીધા હતા.અને ત્યારબાદ કર ર બીઆરટીએસ રોડમાં ઘૂસીને પલ્ટી થતા અકસ્માત સર્જાયો હતો
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયાં છે. સુરતના લસકાણા ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવતી કારે બે બાઈક ચાલકોને અડફેટે લીધા હતા.અને ત્યારબાદ કર ર બીઆરટીએસ રોડમાં ઘૂસીને પલ્ટી થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સકાણા પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર લસકાણા ચાર રસ્તા પાસે એક કારના ચાલેક પૂરપાટ ઝડપે કાર હંકારી 2 બાઈકને ટક્કર મારી હતી. બે બાઈકને અડફેટે લીધા બાદમાં કાર બીઆરટીએસ રોડમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં પલ્ટી થઈને ડીવાઈડર સાથે ભટકાઈ હતી. જેમાં ગંભીર ઈજા પામેલા રાજેશ ગજેરા અને મહેશભાઇ લાઠીયાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં વારા ફરતી બંને યુવકોના ટૂંકી સારવારમાં મૃત જાહેર કર્યા હતા. જયારે ગંભીર ઇજાગ્રસ્ત રાજેશની બહેન શોભાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પણ મોત નીપજ્યું છે.
અમરેલીના સગા ભાઈ-બહેનના મોતથી પરિવારમાં ભારે શોક છે. જ્યારે અન્ય યુવકના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.હાલ આ મામલે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. લસકાણા પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
રાજેશ મનસુખભાઈ ગજેરા (ઉ.વર્ષ.32)
શોભના ગજેરા
મહેશ લાઠીયા
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0