વેરાવળ કોર્ટમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે
વેરાવળ કોર્ટમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે
વેરાવળ કોર્ટમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસની વિગતો આપતા એડવોકેટ રાજેશકુમાર એમ.રામએ જણાવેલ કે, વેરાવળના બીજા એડી.ચીફ જયુડીશયલ મેજિસ્ટ્રેટ ન્યાયધીશ સી.આર.પટેલની કોર્ટમાં વિપુલગીરી મનોજગીરી અપારનાથી પર ચેક રિટર્ન અંગેનો કેસ ચાલેલ જેમાં ફરિયાદીના કહેવા મુજબ વિપુલગીરી અપારનાથી પાસે રૂ.પાંચ લાખની બાકી નીકળતા હોય તે રકમ ચુકવવા વિપુલગીરી એ ફરિયાદીને ચેક આપેલ તે ચેક મુજબની રકમ પરત આપી દેવા છતાં તે ચેક બેંકમાંથી રિટર્ન કરાવી ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ કોર્ટમાં દાખલ કરેલ હતી.
આ કેસ ન્યાયીક કાર્યવાહીથી આગળ ચાલી જતા આરોપી વિપુલગીરી મનોજગીરી અપારનાથીને ચેક બાઉન્સ અંગેના ફોજદારી કેસમાં જજ સી.આર.પટેલ ની કોર્ટે કોર્ટે રેકર્ડ પરના પુરાવાને ધ્યાને લઇ તથા વકીલ આર.એમ.રામની દલીલોને ધ્યાને લઇ આરોપીને વિપુલગીરી મનોજગીરી અપારનાથીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ હોવાનું જણાવેલ છે. આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશકુમાર રામની સાથે એડવોકેટ અસ્લમ આઈ. જીકાણી, મહેશ એચ. વાળા, વિજય પી.ગઢવી, કૌશિક એલ.નાઘેરા, અક્ષય યુ.બારડએ સહયોગ આપેલ હોવાનું યાદીમાં જણાવેલ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0