છ રોબોટીક માટે વિઝયુઅલ ઇન્ટેલીજન્સ અજાણ્યા નિવાસી અવકાશ પદાર્થોની હેરાફેરી" વિષય પર કર્યું સંશોધન
છ રોબોટીક માટે વિઝયુઅલ ઇન્ટેલીજન્સ અજાણ્યા નિવાસી અવકાશ પદાર્થોની હેરાફેરી" વિષય પર કર્યું સંશોધન
વેરાવળ તાલુકાના ચાંડુવાવ ગામે બારડ પરીવાર સાથે સમગ્ર આહીર સમાજનું ગૌરવ વધાર્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચાંડુવાવ ગામે રહેતા આહીર કવિતાબેન તથા રામભાઇ કાનાભાઈ બારડના પુત્ર ડૉ.કુલદીપ બારડે લક્ઝમબર્ગ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પી.એચ.ડી સફળતા પૂર્વક પૂર્ણ કરી બારડ પરીવાર સાથે સમગ્ર આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે.
ડૉ.કુલદીપ બારડે તેમનો વિખ્યાત સંશોધન વિષય, "છ રોબોટીક માટે વિઝયુઅલ ઇન્ટેલીજન્સ અજાણ્યા નિવાસી અવકાશ પદાર્થોની હેરાફેરી" થી અવકાશ રોબોટિક્સ અને અવકાશયાન સ્વાયત્તામાં ઉતરોતર પ્રગતિ પ્રાપ્ત કરી છે. તેઓ રેડવાયર સ્પેસ લકઝમબર્ગ પરસેપ્શનમાં ઔધોગીક પી.એચ.ડી. સંશોધક તરીકે કાર્યરત હતા. ડૉ.બારડ અવકાશ માટે રોબોટિક વિઝન સિસ્ટમ્સ વિકસાવવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ સ્ટાર્ક રોબોટિક આર્મ જેવા પ્રોજેક્ટ્સમાં યોગદાન આપી રહ્યા છે, જે સેટેલાઈટ સર્વિસિંગ અને ઈન-ઓર્બિટ ઑપરેશન્સ માટે સ્વાયત્ત પ્રણાલીઓ વિકસાવે છે. તેમનું કાર્ય ભવિષ્યના અવકાશ ટેક્નોલોજી અને અન્વેષણ માટે માર્ગદર્શક બની રહ્યું છે. માણસ દ્વારા ચલાવાતી અવકાશયાન પ્રણાલીઓ પ્રત્યેના તેમના પ્રારંભિક રસથી લઈને AI આધારિત રોબોટિક મેનિપ્યુલેશન સંશોધન સુધીની તેમની યાત્રા એક અમૂલ્ય સમર્પણની છે. ડૉ.કુલદીપ રામભાઈ બારડને આ સિદ્ધિ મળતા અર્જુન રામભાઈ બારડ, પ્રવીણભાઈ વરજાંગભાઈ સોલંકી સહીતના પરિવારજનો, મિત્રો, શુભચિંતકો દ્વારા આવકારવામાં આવી રહ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0