જુનાગઢના માંગરોળમાં એક બોટ પરત ફરતી વખતે બોટનું એન્જિન બંધ થતા બોટ પલટાઈ હતી. બોટમાં ૮ ખલાસીઓ સવાર હતા. બોટમાં સવાર ૮ ખલાસીઓ પૈકી ૩નો બચાવ થયો છે
જુનાગઢના માંગરોળમાં એક બોટ પરત ફરતી વખતે બોટનું એન્જિન બંધ થતા બોટ પલટાઈ હતી. બોટમાં ૮ ખલાસીઓ સવાર હતા. બોટમાં સવાર ૮ ખલાસીઓ પૈકી ૩નો બચાવ થયો છે
સમગ્ર ગુજરાતમાં અનેક જીલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં ધોધમાર વરસાદ થવાને કારણે અનેક પર પાણી ભરાયા છે. ત્યારે જીલ્લમાં ધોધમાર વરસાદને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે તંત્ર દ્વારા લોકોને નદી નાળાથી દુર રેહવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યારે માંગરોળમાં એક બોટ પરત ફરતી વખતે તેનું એન્જિન બંધ થતા દરિયામાં પલટાઈ ગઈ હોવાના સમાચાર મળી રહયા છે.
મળતી માહિતી અનુસાર જુનાગઢના માંગરોળમાં એક બોટ પરત ફરતી વખતે બોટનું એન્જિન બંધ થતા બોટ પલટાઈ હતી. બોટમાં ૮ ખલાસીઓ સવાર હતા. બોટમાં સવાર ૮ ખલાસીઓ પૈકી ૩નો બચાવ થયો છે જયારે અન્ય ૪નિ શોધખોર કરવામાં આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થાયનું પણ સામે આવી રહ્યું છે.
સમગ્ર ઘટનાને લઈને વહીવટી તંત્ર અને ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. જયારે ગુમ થયેલા ૪ લોકોને શોધવા NDRFની ટીમ અને સ્થાનિક તરવૈયાની ટીમ કામે લાગી છે.
હાલ સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.માછીમારોને દરિયો ન ખેડવા પણ સુચના આપવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0