ભારતીય કેપ્ટન રોહિત શર્માની ગણતરી વિશ્વના મહાન ખેલાડીઓમાં થાય છે. તેના ચાહકો દુનિયાભરમાં હાજર છે. જ્યારે રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે એક ચાહક તેને મળવા મેદાનમાં ઘુસ્યો.
ભારતીય કેપ્ટન રોહિત શર્માની ગણતરી વિશ્વના મહાન ખેલાડીઓમાં થાય છે. તેના ચાહકો દુનિયાભરમાં હાજર છે. જ્યારે રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે એક ચાહક તેને મળવા મેદાનમાં ઘુસ્યો.
ભારતીય ટીમે પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશની ટીમને 60 રનથી હરાવ્યું હતું જેમાં ભારતીય ટીમ માટે બોલરો અને બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ પોતાના ફોર્મમાં પરત ફર્યો છે અને તેને 40 રન બનાવ્યા હતા. આ સાથે જ ગઇકાલની આ મેચમાં મેદાન પર એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે એક ચાહક રોહિત શર્માને મળવા મેદાનમાં પ્રવેશ્યો હતો.
ભારતીય કેપ્ટન રોહિત શર્માની ગણતરી વિશ્વના મહાન ખેલાડીઓમાં થાય છે. તેના ચાહકો દુનિયાભરમાં હાજર છે. જ્યારે રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે એક ચાહક તેને મળવા મેદાનમાં ઘુસ્યો. આ પછી, અમેરિકન પોલીસે ઝડપથી એ ફેનને પકડી લીધો અને જમીન પર સુવડાવી હથકડી પહેરાવી હતી.
અમેરિકન પોલીસે આ ચાહકને એવી રીતે પકડ્યો કે જાણે કોઈ મોટા ગુનેગારને પકડી રહ્યો હોય. કેપ્ટન રોહિત શર્મા પોલીસ કર્મચારીઓને ચાહકો સાથે કડક વર્તન ન કરવાની વિનંતી કરતો જોવા મળ્યો હતો. હિટમેનના આ ઈશારે બધાના દિલ જીતી લીધા છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સંજુ સેમસન બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. પરંતુ તે એક રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ ટીમ માટે સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. પંતે 32 બોલમાં 53 રન બનાવ્યા હતા. બીજી તરફ હાર્દિક પંડ્યાએ 40 રન બનાવ્યા હતા. સૂર્યાએ 31 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા 182 રન બનાવવામાં સફળ રહી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0