બાર્બાડોસથી વર્લ્ડ ચેમ્પિયન તરીકે પરત ફરેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી ગયા છે.હોટલ પહોંચતા જ ટીમ ઈન્ડિયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડીઓના સ્વાગત માટે પહેલાથી જ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.ટીમ સવારે 11 વાગ્યે પીએમ આવાસ પર પહોંચશે
બાર્બાડોસથી વર્લ્ડ ચેમ્પિયન તરીકે પરત ફરેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી ગયા છે.હોટલ પહોંચતા જ ટીમ ઈન્ડિયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડીઓના સ્વાગત માટે પહેલાથી જ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.ટીમ સવારે 11 વાગ્યે પીએમ આવાસ પર પહોંચશે.ત્યાર બાદ ટીમ મુંબઈ જવા રવાના થશે.
એરપોર્ટ પર ચાહકો તેમના મનપસંદ હીરોની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. ટીમના સ્વાગત માટે તેઓ સવારે 5 વાગ્યાથી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એકઠા થયા હતા. દેશમાં ટીમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. આ સ્વાગત ધોનીની બ્રિગેડ જેવું જ હશે જેણે 17 વર્ષ પહેલા T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.
સાંજે 5 વાગ્યે મુંબઈના નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ખુલ્લી છતની બસમાં ટીમની વિજય પરેડ થશે. ત્યારબાદ સન્માન સમારોહમાં રોકડ પુરસ્કાર આપવામાં આવશે. 2007માં પહેલો વર્લ્ડ કપ જીતનાર ધોનીની ટીમનું પણ આવી જ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.તોફાનના કારણે ટીમ ઈન્ડિયા ત્રણ દિવસથી બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. બીસીસીઆઈએ તેને લાવવા માટે ખાસ પ્લેન મોકલ્યું હતું. આ પ્લેનને ‘ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ’ નામ આપવામાં આવ્યું હતું.
Comments 0