રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 27 જિંદગીઓ જીવતા જીવ ભૂંજાઈ ગઈ. મૃતદેહો એ હદે બળી ગયા કે ડીએનએ દ્વારા ઓળખ કરવી પડી. ઘટનાએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં હાહાકાર મચાવી દીધો. હવે આ ઘટનાના આઠ દિવસે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાનું નિવેદન આવ્યું છે.
25મી મે 2024નીએ તારીખ ગુજરાતના ઈતિહાસમાં કાળા અક્ષરે નોંધાયેલી છે. કારણ કે એ દિવસે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 27 જિંદગીઓ જીવતા જીવ ભૂંજાઈ ગઈ. મૃતદેહો એ હદે બળી ગયા કે ડીએનએ દ્વારા ઓળખ કરવી પડી. ઘટનાએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં હાહાકાર મચાવી દીધો. હવે આ ઘટનાના આઠ દિવસે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાનું નિવેદન આવ્યું છે.
પ્રેસ કોન્ફરન્સ કરીને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ ઘટના પર પોતાનું નિવેદન આપ્યું. આ દરમિયાન ભાવુક થઈને તેઓ રડી પણ પડ્યા. તેમણે કહ્યું કે આ ઘટના બની તેના બીજા જ દિવસથી હું રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓના સંપર્કમાં છું. જ્યારે ડીએનએ ટેસ્ટ થયા, તેના માટે ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી. જે લોકોના મૃત્યુ થયા હતા તેમના મૃતદેહ પરિવારને મળી જાય તેના માટે હું સતત ચિંતા કરતી હતી.
તેમને જ્યારે પ્રશ્ન પૂછાયો કે ભાજપના જ કોઈ એક ધારાસભ્યએ ભલામણ કરી હતી અને ડિમોલીશન અટકી ગયું હતું. તેમાં ભાનુબેનનું નામ હશે તો તેઓ શું કરશે તો તેમણે કહ્યું કે તેઓ જાહેર જીવન છોડી દેશે. આવી દુર્ઘટનામાં કોઈ પણ ગુનેહગાર હોય એમને છોડવા જોઈએ નહીં. મુખ્યમંત્રી એ જ દિશામાં કામ કરી રહ્યા છે કે કોઈ પણ ગુનેહગારને છોડવામાં નહીં આવે.
Comments 0