નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને સ્પોર્ટસ કીટ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા
નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને સ્પોર્ટસ કીટ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા
નેહરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા રાણાવાવ અને પોરબંદર તાલુકા કક્ષાના ખેલકુદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ અને સ્વાસ્થ્ય માટે જાગૃતિ વધે તે હેતુથી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. રાણાવાવ તાલુકા કક્ષાનું સ્પર્ધા રાણાકંડોરણા ગામ ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લા યુવા અધિકારી મેઘાબેન સનવાલના માર્ગદર્શન હેઠળ કબડ્ડી, ખો-ખો, 100 મીટર દોડ, 400 મીટર દોડ, લાંબી કુદ સહિતની વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી. નહેરુ યુવા કેન્દ્ર સાથે જોડાયેલા યુવક મંડળો અને શાળાના ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલકુદ પ્રતિયોગિતામાં વિજેતાઓને સ્પોર્ટ્સ કિટ, પ્રમાણપત્ર, મેડલ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને વિજેતાઓને સ્પોર્ટ્સ કીટ અને સર્ટિફિકેટ આપી તેમની પ્રશંસા કરી હતી.
રાણાકંડોરણા પરિશ્રમ વિદ્યાલયના ટ્રસ્ટી વિજયભાઈ રામ, શાળાના આચાર્ય આશિષભાઈ રાભડીયા, તાલુકા પ્રમુખના પ્રતિનિધિ રામભાઈ બાપોદરા, તાલુકા કારોબારી અધ્યક્ષના પ્રતિનિધિ રણમલભાઈ ભેડા, તાલુકા પંચાયત સભ્યના પ્રતિનિધિ ભનુભાઈ ઓડેદરા તથા ગામના આગેવાન કરસનભાઈ ભૂતિયા ઉપસ્થિત રહ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0