એસ.એમ.સી.મા પસંદગી પ્રકિયા ઈન્ટરવ્યુ, વર્ક ઓર્ડરના નિયમો અનુસાર ઠરાવો ન થયા હોવાનો સનસનીખેજ પર્દાફાશ
એસ.એમ.સી.મા પસંદગી પ્રકિયા ઈન્ટરવ્યુ, વર્ક ઓર્ડરના નિયમો અનુસાર ઠરાવો ન થયા હોવાનો સનસનીખેજ પર્દાફાશ
ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે સંગીત-ચિત્ર-કોમ્પ્યુટર-યોગા પીટી ટીચરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારના નિયમો અનુસાર રિસોર્સ પર્સનની પસંદગીમાં ગેરરીતિ અને સગાવાદ થયો હોવાના આક્ષેપ સાથે સરકાર સમક્ષ ઊના ગીરગઢડાના વાલી મંડળ તેમજ કોડીનારના કોઈ યુવાન દ્વારા રજુઆત થતાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પી એમ અંતર્ગત આવતી શાળામાં તપાસનો ધમધમાટ શરૂ થયો હોવાનું બહાર આવ્યું છે.
ઊના પંથકમાં બે ફેઝમાં રિસોર્સ પર્સનની ભરતી કરાયેલ તેની તપાસ ઊના તાલુકા શિક્ષણાધિકારી હરેશભાઈ વાઢેરને સોંપતા ઉના શહેરી વિસ્તારમાં આવેલી પીએમ કુમાર શાળામાં કોમ્પુટર રિસોર્ટ પર્સનની પસંદગી પ્રકિયા અન્વયે ગેરરીતી થઇ હોવાનો સ્પષ્ટ રીપોર્ટ જીલ્લા શિક્ષણાધિકારીને કરતાં ભારે ચકચાર મચી છે. તાલુકા શિક્ષણાધિકારી હરેશભાઈ વાઢેરે પોતાનાં હસ્તે કરાયેલ તપાસ રીપોર્ટમાં કોમ્પુટર રિસોર્સનું નિવેદન તેમજ અન્ય ડોક્યુમેન્ટની ચકાસણી કરતાં અને એસએમસી કમિટી રૂબરૂ તપાસનુ રોજકામ કરીને નિવેદન લીધા હતાં અને રીપોર્ટમાં ગેરરીતિનો પર્દાફાશ કર્યો હતો.
ઉના શહેરી વિસ્તારમાં પી.એમ. શાળાઓમાં રિસોર્સ પર્સનની પસંદગી પ્રક્રિયામાં ફર્જીવાડા બાબતે શાળાઓમાં તપાસ કરવ આદેશ અંતર્ગત પી. એમ. કુમાર પે. સે.શાળાનં-૧ માં કે.નિ. શિક્ષણ ભાગ-૧ તથા ૪ તેમજ સી.આર.સી.કો.ઓર્ડી. ઉના-૧ એ તા. ૪-૦૧-૨૦૨૫ ના રોજ સંયુક્ત રૂબરૂ સ્થળ તપાસ કરતા પી.એમ. કુમાર પે.સે.શાળાનં-૧ માં કોમ્પુટર રિસોર્સ પર્સન, યોગા કમ સ્પોર્ટ્સ ટીચર, આર્ટ & ક્રાફ્ટ રિસોર્સ પર્સન, મ્યુઝીક કમ ડાન્સ રિસોર્સ પર્સન મળી કુલ ૪ જગ્યા મજુર થયેલ છે,જેની પસંદગી પ્રક્રિયા અંગે ની તમામ રેકર્ડ ચકાસણી કરતા એવી હકીકત બહાર આવી હતી કે સરકારના પરિપત્ર મુજબ યોગ્ય રીતે જાહેરાત કરવામાં આવી હતી.
એસ.એમ.સી.માં પસંદગી પ્રક્રિયા સરકારના પરિપત્ર મુજબ ઠરાવ કરેલ છે પરંતુ એસ.એમ.સી. ના પુરતા સભ્યો હાજર રહેલ નથી. ઉક્ત જગ્યાઓ માટે આવેલ અરજીઓનું રજીસ્ટર તથા મેરીટ લીસ્ટ નિભાવેલ છે. એસ.એમ.સી.માં પસંદગી પ્રક્રિયા, ઈન્ટરવ્યુ, વર્ક ઓર્ડર સહિતના નિયમાનુસાર ઠરાવો થયેલ નથી. મેરીટ યાદી મુજબ, યોગ્ય ક્રમ મુજબના ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં બોલાવવામાં આવેલ પરંતુ ઈન્ટરવ્યુ હાજરી પત્રક નિભાવવામાં આવેલ નથી તેમજ સી.આર.પી. ભરતીમાં મેરીટ પ્રથમ ક્રમાંકે આવેલ ઉમેદવાર ગેરહાજર હોય અને મેરીટ ક્રમાંક -૨ પર આવતા ઉમેદવાર હાજર હોય તેમ છતા મેરીટ પ્રથમ ક્રમાંકે ગેરહાજર રહેલાં ઉમેદવારને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે આ સંદર્ભ ઉમેદવાર ૨ એ પોતાના નીવેદનમાં જણાવ્યું હતું કે, ઈન્ટરવ્યું સમયે એક પણ એસ.એમ.સી. સભ્ય હાજર ન હતા.
એસ.એમ.સી.ના સભ્યોની ગત તા.૯ ના રૂબરૂ તપાસ નિવેદન લઇ રોજકામ કરેલ જે ધ્યાને લેતા અમુક સભ્યોને જાણ છે તેમજ ગત તા.૨ ડિસેમ્બરની મીટીંગમાં હાજર રહેલ અને અમુક સભ્યો હાજર રહેલ ન હતા તે સ્પષ્ટ જણાય આવ્યું હતું તેમજ એસએમસીના સભ્યોને ઈન્ટરવ્યુ અંગે પુરતી જાણકારી ન હોવાનુ તપાસ અધિકારી સમક્ષ જણાવ્યું હતું. તાલુકા શિક્ષણાધિકારી હરેશભાઈ વાઢેર એ પોતાના તપાસ એહવાલમાં એવું પણ જણાવ્યું છે કે, વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે તેની જાણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની તેમજ ઉપલી કચેરીને કરવામાં આવી નહોતી
આમ સમગ્ર તપાસ દરમિયાન પે સેન્ટર શાળા નંબર ૧ માં કોમ્પ્યુટર રિસોર્સ પર્સનની પસંદગી પ્રકિયા અન્વયે ગેરરીતી થયેલ હોવાનો સ્પષ્ટ ધગધગતો તપાસ રિપોર્ટ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલાવ્યો હોવાનું તપાસનીસ અધિકારીએ જણાવ્યું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0