યુ ટ્યુબ ચેનલમાં બિભસ્ત વિડીયો ચલાવતા મહિલા તબીબે ચેનલના ડિરેક્ટર, તોડબાદ પત્રકાર અને એક મહિલા વિરુદ્ધ કરી હતી ફરિયાદ
યુ ટ્યુબ ચેનલમાં બિભસ્ત વિડીયો ચલાવતા મહિલા તબીબે ચેનલના ડિરેક્ટર, તોડબાદ પત્રકાર અને એક મહિલા વિરુદ્ધ કરી હતી ફરિયાદ
નાઘેર પંથકમાં ભારે ચકચાર જગાવનાર નામાંકિત મહિલા તબીબનો એક ખાનગી વાહનમાં બિભત્સ હરકત કરતો વિડીયો યુ ટ્યુબ ચેનલમા ચલાવી સોશ્યલ મીડિયા પર વાયરલ કરતાં ખળભળાટ મચી ગયો હતો આ બાબતે નામાંકિત મહિલા તબીબે પોલીસમાં એક મહિલા સહિત યુ ટ્યુબ ચલાવતાં ચેનલ ડીરેકટર અને તોડબાજ પત્રકાર સામે ગુન્હો નોંધાવ્યો હતો. જો કે, ૨૧ નવેમ્બર બાદ યુ ટ્યુબ ન્યૂઝ ચેનલના ડીરેકટર તેમજ તેનાં કહેવાતા તોડબાજ પત્રકાર અને મહિલા નાશી છુટતા પોલીસ તેની શોધખોળ કરતી હતી.
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાઝડિયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી દ્રારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે ગુન્હા આચરી નાસતા ફરતા શખ્સોને પકડી પાડવા ઉના પોલીસ અધિકારી મહેન્દ્રસિંહ રાણાને આદેશ કરતા મહિલા તબીબને ડરાવી ધમકાવીને પૈસાનો તોડ કરવા ગયેલા પત્રકારની શોધ ખોળ કરતા ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુ ટ્યુબ ચેનલના ડીરેકટર મનીષભાઇ અરસીભાઇ ડાકી, (ઉ.વ.૩૪ પત્રકાર રહે. જુનાગઢ સરદારપરા, જોષીપરા, જલધરા, એપાર્ટમેન્ટ જી.જુનાગઢ) વાળાને એલ. સી. બી. ના સ્ટાફ દ્રારા રાઉન્ડપ કરી ઉના પોલીસને સોંપ્યો હતો.
ઝડપાયેલ યુ ટ્યુબ ચેનલના ડિરેક્ટર અને તોડબાજ પત્રકાર વિરૂધ્ધ સજ્જડ પુરાવા એકત્ર કરી કાયદેસરની અટક કરી હતી અને ઊના કોર્ટ સમક્ષ ઊના પીઆઈ મહેન્દ્રસિંહ રાણાએ રીમાન્ડની માંગ સાથે રજૂ કરતાં ૪ દિવસના રીમાન્ડ માટે તપાસ અર્થે પોલીસ કસ્ટડીમાં સોંપેલ છે.
બનેલી વિગતો મુજબ, ગત ૨૧ નવેમ્બરના એક નામાંકિત મહિલા તબીબનો અંગત ખાનગી ગાડીમાં બિભત્સ હરકત કરતો ચોરી છુપીથી ઉતારેલ વિડિયો તોડબાજ પત્રકાર મણિરાજ ચાદોરા અને તેની પત્નિ કાવ્યા દ્વારા મહિલા તબીબને તેની હોસ્પિટલમાં જઈને બતાવી સોશિયલ મિડીયા પર વાયરલ કરવાની ધમકી આપી ડરાવી ધમકાવીને યુ ટ્યુબ ચેનલના ડીરેકટર સાથે સેટલમેન્ટ કરવાં પૈસાની માંગણી કરી તોડબાજ પત્રકારની પત્નિ કાવ્યાબેને મહિલા તબીબના ગાલે ઝાપટો મારી હતી ત્યારબાદ બિભત્સ વિડિયો યુ ટ્યુબ ચેનલ ઉપર ચલાવી સોશિયલ મિડીયા પર વાયરલ કરતાં મહિલા તબીબે પોલીસના સાઈબર ક્રાઈમ વિભાગ સમક્ષ ફરીયાદ નોંધાવી હતી.
ઊના પોલીસ અધિકારી મહેન્દ્રસિંહ રાણાએ લોકોને અપિલ કરતા જણાવ્યું હતું કે, આવા તોડબાજ પત્રકારનો કોઈ પણ લોકો શિકાર, ભોગ બન્યા હોય તે પોલીસ સ્ટેશન આવી પોતાની ફરીયાદ અથવા રજુઆત કોઈ પણ ભય અનુભવ્યા વગર સામેથી આવે તેની વિગતો ગુપ્ત રાખવામાં આવશે અને લોકોને દબાવી ધમકાવી તોડ કરનારા અને ચોથી જાગીર એટલે કે પત્રકારત્વ જગતને બદનામ કરતાં લેભાગુ પત્રકાર સામે સખ્ત કાનુની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઊના અને આજુબાજુના વિસ્તારમાં પત્રકાર તરીકે વિવિધ યુ ટ્યુબ ચેનલ નામે લોકોને તેમજ કર્મચારી ખાનગી સંસ્થાને ડરાવી ધમકાવીને તોડ કરતા પત્રકાર મણિલાલ ચાદોરા સામે ઉના દીવ પોલીસમાં અનેક વખત જુદા-જુદા પ્રકારના ગુન્હા નોંધાયા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0