રીક્ષામાં સવાર મહિલાનું ઘટના સ્થળે મોત, કેશોદનો પરિવાર ઇજાગ્રસ્ત
રીક્ષામાં સવાર મહિલાનું ઘટના સ્થળે મોત, કેશોદનો પરિવાર ઇજાગ્રસ્ત
વંથલીના દિલાવર નગર સામે હાઈવે રોડ પર અજાણ્યા ટ્રેકટર ચાલકે રોંગ સાઈડમાં આવી પ્યાગો રીક્ષાને હડફેટે લઈ લેતા રીક્ષામાં બેઠેલી મહિલાનું મોત નીપજયું હતું, જયારે માતા પિતાને ઈજા થઈ હતી.
સાહીલભાઈ ગફારભાઈ પડાયા (ઉ.વ.23) રહે, મોવાણા દરવાજા કેશોદ વાળાના માતા પિતા અને પત્ની સુજાન પિયાગો રીક્ષામાં જઈ રહ્યા હતા. ત્યારે દિલાવરનગર હાઈવે પર રોંગ સાઈડમાંથી આવી રહેલ અજાણ્યા ટ્રેકટર ચાલકે પ્યાગો રીક્ષાને હડફેટે લઈ લેતા તેમના પત્ની સુજાનનું મોત નીપજ્યું હતું. જયારે તેમના માતા પિતાને ગંભીર ઈજા થતા 108 મારફત વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. વંથલી પીએસઆઈ વાય.બી. રાણાએ તપાસ હાથ ધરી છે.
વંથલી શરાફબજારમાં રહેતા આસીફભાઈ ઈકબાલભાઈ ઘી વાળાએ 6 માસ પૂર્વે આરોપી ફેઝાન મુનાફભાઈને આપેલ જેના રૂ.6,700 આપવાના બાકી હોય તેની ઉઘરાણી કરતા આરોપી ફેઝાને લોખંડનો પાઈપ હાથમાં મારી લોખંડનું તોળુ માથામાં મારી ગંભીર ઈજા કર્યાની ફરીયાદ નોંધાવતા વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0