બે ચેકો રીટર્ન થતા જાદવભાઇ વાજાએ કરશન સભાડ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી
બે ચેકો રીટર્ન થતા જાદવભાઇ વાજાએ કરશન સભાડ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી
વેરાવળ તાલુકાના કુકરાશ ગામે રહેતા કરશન ખીમાભાઈ સભાડને ચેક રીટર્નના કેસમા બે-બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.
આ કેસની વિગતો આપતા એડવોકેટ એ.એ.ભાદરકાએ જણાવેલ કે, વેરાવળમાં રહેતા જાદવભાઇ ક૨શનભાઈ વાજાને ક૨શન ખીમા સભાડ, ૨હે.કુકરાશ, તા.વેરાવળ વાળાએ ચેકો આપેલ તે પૈકી બે ચેકો રીટર્ન થતા જાદવભાઇ વાજાએ કરશન સભાડ વિરૂધ્ધ વેરાવળના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમા નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ જે કેસ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એ.પી.રણધી૨ની કોર્ટમાં ચાલેલ અને રેકર્ડ ૫૨નો પુરાવો તથા વકીલ એ.એ.ભાદ૨કા, આર.એ.સીરાજીએ કાયદાકીય રાહે દલીલો કરતા આરોપીને તકસીરવાન ઠરાવી ચેક મુજબની ૨કમ રૂ.૩,૫૦ હજાર વળત૨ પેટે ચુકવવા અને બે વર્ષની કેદની સજા ફ૨માવતો હુકમ કરેલ છે અને વળત૨ની ૨કમ ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ ફ૨માવેલ છે અને ફરીયાદીના બીજા કેસમા પણ આ રીતે જ બે વર્ષની સજા તથા વળત૨ની ૨કમ ચુકવવાનો હુકમ ફ૨માવી વળત૨ ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ ફ૨માવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0