કેશોદના શેરગઢ ગામે તળાવમાં મગરો દેખાયા છે ત્યારે ઉનાળો આવતા તળાવમાં પાણી સુકાઈ જશે ત્યારે ખોરાક માટે મગર બહાર નીકળી માનવજીવનને નુકસાન કરે તેવી સંભાવનાઓ છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે

ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યાં હતાં જેને કારણે ઉપરવાસમાંથી જળચર પ્રાણીઓ આવી ચડયા છે. કેશોદના શેરગઢ ગામના પાદરે આવેલા તળાવમાં પાણી સુકાઈ જવાને કારણે હાલ તેમાં બે મહાકાય મગરો જોવા મળ્યા હતા. જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. ગ્રામજનોએ કેશોદ વન વિભાગને જાણ કરી વહેલી તકે આ મગરને રેસ્ક્યુ કરીને કોઈ મોટા ડેમ કે તેમના કુદરતી રહેઠાણમાં છોડી મુકવા માંગ કરવામાં આવી છે. સાથે જ ગામ લોકોમાં જે ભય ઊભો થયો છે ત્યારે તેઓ ભયમુક્ત બની રાહતનો શ્વાસ લઇ શકે તે માટે મગરનું વહેલાસર રેસ્ક્યુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
કેશોદના શેરગઢ ગામે તળાવમાં મગરો દેખાયા છે ત્યારે ઉનાળો આવતા તળાવમાં પાણી સુકાઈ જશે ત્યારે ખોરાક માટે મગર બહાર નીકળી માનવજીવનને નુકસાન કરે તેવી સંભાવનાઓ છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે, નહિ તો મગરો ખેતરોમાં કે અન્ય સ્થળોએ જતી રહે તો ઘોડા છુટી ગયાં પછી તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિ નિર્માણ થશે અને ગામવાસીઓ ખેડૂતો ભયનાં માહોલમાં દિવસો વિતાવવા મજબુર બનશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0