કાંગોની રાજધાની કિન્શાસા નજીક નદીમાં 270થી વધુ મુસાફરોને લઈ જતી બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 80થી વધુ લોકોના મોતના સમાચારથી ચકચાર મચી ગઈ છે
કાંગોની રાજધાની કિન્શાસા નજીક નદીમાં 270થી વધુ મુસાફરોને લઈ જતી બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 80થી વધુ લોકોના મોતના સમાચારથી ચકચાર મચી ગઈ છે
મધ્ય આફ્રિકામાં સ્થિત દેશ કાંગોથી એક દર્દનાક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ કાંગોની રાજધાની કિન્શાસા નજીક નદીમાં 270થી વધુ મુસાફરોને લઈ જતી બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 80થી વધુ લોકોના મોતના સમાચારથી ચકચાર મચી ગઈ છે. નોંધનિય છે કે, દેશના રાષ્ટ્રપતિ ફેલિક્સ ત્શિસેકેદીએ બુધવારે આ માહિતી આપી હતી. પ્રાથમિક વિગતો મુજબ મુસાફરોને લઈ જતી બોટ નદી કિનારે અથડાઈ અને તૂટી અને આ દુર્ઘટના સર્જાઇ હતી.
કાંગોની રાજધાની કિન્શાસા નજીક નદીમાં એક બોટ સેંકડો મુસાફરોને લઈને કિંશાસા જઈ રહી હતી. આ દરમિયાન અચાનક માર્ગમાં એન્જીન ફેલ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. મુશી જિલ્લામાં વોટર કમિશનર રેઈન મેકરે અકસ્માત અંગે માહિતી આપતા કહ્યુ કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી 86 મુસાફરોના મોત થયા હતા. આ સાથે 185 લોકો નદીમાં તરીને કિનારે પહોંચવામાં સફળ થયા હતા. મહત્વનું છે કે, આ સ્થળ મુશીના નજીકના શહેરથી લગભગ 70 કિલોમીટર દૂર છે.
બોટ નદી કિનારે અથડાઈ અને તૂટી ગઈ. કાંગો સત્તાવાળાઓએ વારંવાર ઓવરલોડિંગ સામે ચેતવણી આપી છે અને જેઓ જળ પરિવહન માટે સલામતીનાં પગલાંનું ઉલ્લંઘન કરે છે તેમને સજા કરવા માટે હાકલ કરી છે. તમને જણાવી દઈએ કે, દૂરના વિસ્તારોમાં જ્યાંથી મોટાભાગના પ્રવાસીઓ આવે છે, ત્યાં ઘણા લોકો ઉપલબ્ધ રસ્તાઓને કારણે જાહેર પરિવહન પરવડી શકતા નથી તેથી હોડીનો વિકલ્પ પસંદ કરે છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0