કેસમાં મોટી કાર્યવાહી કરતા પુણે રૂરલ પોલીસે એક સાથે 96 જેટલા આરોપીઓની અટકાયત કરી
કેસમાં મોટી કાર્યવાહી કરતા પુણે રૂરલ પોલીસે એક સાથે 96 જેટલા આરોપીઓની અટકાયત કરી
મહાદેવ બેટિંગ એપ કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. આ કેસમાં મોટી કાર્યવાહી કરતા પુણે રૂરલ પોલીસે એક સાથે 96 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.
પુણે રૂરલ પોલીસના એસ.પી. પંકજ દેશમુખના જણાવ્યાં અનુસાર ગઈકાલે 15 એપ્રિલે પુણે ગ્રામીણના નારાયણગાંવ શહેરમાં કાર્યરત કોલ સેન્ટર પર દરોડા પડ્યાં હતા. કોલ સેન્ટર મહાદેવ સટ્ટાબાજીની એપ સાથે જોડાયેલું છે. મહાદેવ સટ્ટાબાજીની એપ માટે પેમેન્ટ પ્રોસેસિંગમાં કોલ સેન્ટર સંડોવાયેલું જણાઈ આવ્યું છે. અત્યાર સુધીમાં 90થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
.
પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા તમામ લોકો પુણે જિલ્લાના નારાયણગાંવથી સંચાલિત મહાદેવ સટ્ટાબાજીની એપ્લિકેશનના કોલ સેન્ટરમાં કામ કરતા હતા. બુધવારે રાત્રે 8 વાગ્યા સુધી પોલીસે આ કેસમાં 96 લોકોની ધરપકડ કરી હતી અને બે મુખ્ય આરોપી રાજ બોકરિયા અને રુત્વિક કોઠારીની શોધ ચાલી રહી છે.
મહાદેવ બેટિંગ એપ 6000 કરોડનું કૌભાંડ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસમાં જાણવા મળ્યું છે કે મહાદેવ ઓનલાઈન બુક દ્વારા મોટા પાયે ગેરકાયદેસર જુગારની કામગીરી ચાલી રહી હતી. આ પ્લેટફોર્મ પર લોકો પોકર, પત્તાની રમતો, ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ અને ભારતીય ચૂંટણી જેવી ઘણી વિવિધ રમતો પર દાવ લગાવી શકે છે. પ્લેટફોર્મેં 'તીન પત્તી' અને પોકર જેવી રમતો તેમજ 'ડ્રેગન ટાઈગર' અને વર્ચ્યુઅલ ક્રિકેટ મેચ જેવી રમતો પણ રજૂ કરી. આ પ્લેટફોર્મ પર મેચો ફિક્સ કરવાનો, ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને પૈસાની લેવડ-દેવડ કરવાનો અને પ્લેટફોર્મ ચલાવતા લોકો પૈસા કમાતા હોવાના આરોપ લાગ્યાં છે.
મહાદેવ ઓનલાઈન બુક માત્ર વેબસાઈટ અને પ્રાઈવેટ ચેટ ગ્રૂપ ચલાવતી નથી પરંતુ લોકોને ગેરકાયદે સટ્ટાબાજીમાં સક્રિયપણે લલચાવતી હતી. EDની તપાસ આ કૌભાંડમાં રાજકારણીઓ અને બોલિવૂડ સેલિબ્રિટીઓની સંડોવણી સામે આવી હતી અને તમામની અંગે પૂછપરછ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અનુસાર મહાદેવ બેટિંગ એપ કેસમાં કૈભાંડની અંદાજિત રકમ 6,000 કરોડ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0