કોરોના ફરી એકવાર માથું ઊંચક્યું છે. KP.2 અને KP.1 નામના આ નવા વેરિઅન્ટ્સ હવે ભારતમાં પણ એન્ટ્રી કરી છે. સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં કોવિડ-19 KP.2ના નવા પ્રકારના 290 કેસ અને KP.1ના 34 કેસ મળી આવ્યા છે.
કોરોના ફરી એકવાર માથું ઊંચક્યું છે. KP.2 અને KP.1 નામના આ નવા વેરિઅન્ટ્સ હવે ભારતમાં પણ એન્ટ્રી કરી છે. સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં કોવિડ-19 KP.2ના નવા પ્રકારના 290 કેસ અને KP.1ના 34 કેસ મળી આવ્યા છે.
કોરોના ફરી એકવાર માથું ઊંચક્યું છે. KP.2 અને KP.1 નામના આ નવા વેરિઅન્ટ્સ હવે ભારતમાં પણ એન્ટ્રી કરી છે. સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં કોવિડ-19 KP.2ના નવા પ્રકારના 290 કેસ અને KP.1ના 34 કેસ મળી આવ્યા છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ જેએન.૧ના આ પેટા વેરિયન્ટ ગંભીર નથી અને તેનાથી દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડી તેમજ કેસ ગંભીર નથી બન્યા. તેમણે જણાવ્યું કે વાયરસના આ મ્યુટેશન કુદરતી છે અને સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મ્યુટેશન ઝડપી ગતિએ ચાલુ રહેશે જે સાર્સ કોવિડ જેવા વાયરસની વિશિષ્ટતા છે. આથી ચિંતા અથવા ગભરાટનું કોઈ કારણ નથી. ઈન્ડિયન સાર્સ કોવી-ટુ જેનોમિક્સ કન્સોર્ટિયમ (આઈએનએસએસીઓજી) સંવેદનશીલ સર્વેલન્સ સીસ્ટમ છે જે નવા વેરિયન્ટને પ્રારંભિક તબક્કામાં જ ઓળખી કાઢવા તેમજ ચેપની ગંભીરતામાં થતા કોઈપણ ફેરફાર પર દેખરેખ રાખવા હોસ્પિટલમાંથી સેમ્પલો એકત્ર કરવા સક્ષમ છે.
ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા સંકલિત કરાયેલ ડેટા દર્શાવે છે કે સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં KP.1 ના 34 કેસ મળી આવ્યા છે, જેમાંથી 23 કેસ પશ્ચિમ બંગાળમાંથી નોંધાયા છે. જ્યારે અન્ય રાજ્યોમાં - ગોવા (1), ગુજરાત (2), હરિયાણા (1), મહારાષ્ટ્ર (4) રાજસ્થાન (2) અને ઉત્તરાખંડ (1), કેસ નોંધાયા છે.
માહિતી અનુસાર, KP.2 ના 290 કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ 148 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી (1), ગોવા (12), ગુજરાત (23), હરિયાણા (3), કર્ણાટક (4), મધ્યપ્રદેશ (1), ઓડિશા (17), રાજસ્થાન (21), ઉત્તર પ્રદેશ ( 8), ઉત્તરાખંડ (16) અને પશ્ચિમ બંગાળ (36)
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0