ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છા પાઠવી છે. મસ્કે કહ્યું કે તેમની કંપનીઓ ભારતમાં કામ કરવા અંગે ઉત્સુક છે. મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે નરેન્દ્ર મોદી દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ શુભેચ્છા, મારી કંપની ભારતમાં કામ કરવા અંગે ઈચ્છુક છે.