દ્વારકામાં ભારે વરસાદને કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. અકસ્માત સમયે ઘરમાં 6 લોકો હાજર હતા. માહિતી મળતાની સાથે જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
દ્વારકામાં ભારે વરસાદને કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. અકસ્માત સમયે ઘરમાં 6 લોકો હાજર હતા. માહિતી મળતાની સાથે જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
દ્વારકામાં ભારે વરસાદને કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. અકસ્માત સમયે ઘરમાં 6 લોકો હાજર હતા. માહિતી મળતાની સાથે જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. રેસ્ક્યુ ઓપરેશનમાં 3 લોકોને બચાવી શકાયા હતા જ્યારે 3 લોકોના મોત થયા હતા. સાથે જ ઘરનો કાટમાળ હટાવવા માટે જેસીબીની મદદ લેવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, ખંભાળિયાના મેઈન બજાર નજીક રાજડા રોડ (ગગવાણી ફળી) વિસ્તારમાં આવેલા આશરે 125 વર્ષ જૂના મકાનમાં એક દલવાડી પરિવારના 11 જેટલા સભ્યો રહેતા હતા. હાલ અવિરત વરસાદના કારણે જર્જરીત બની ગયેલા આ રહેણાંક મકાનની પાછળનાં બે માળનો ભાગ ધરાશાયી થયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ તાબડતોબ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ પરિવારના 3 લોકોની જિંદગી ન બચાવી શકાય. એનડીઆરએફની ટીમે ત્રણ લોકોના મૃતદેહને કાટમાળથી બહાર કાઢ્યા હતા જયારે અન્ય 7ને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0