ઉત્તર પ્રદેશનાં ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર રવિવારે સવારે 6 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. પરી ચોકમાં પાર્ક કરેલી ટ્રક સાથે કાર અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.