છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.30 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે ગોંડલ અને જૂનાગઢમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખૂશીનો માહોલ છવાયો છે.