ભુવા, ભારાડી, ભૂઈમા અને ભિખારીઓથી સાવધ રહેવા વિજ્ઞાન જાથાની અપીલ
ભુવા, ભારાડી, ભૂઈમા અને ભિખારીઓથી સાવધ રહેવા વિજ્ઞાન જાથાની અપીલ
સદીઓથી ભારતમાં અનેક તહેવારો , ઉત્સવો, માન્યતાઓ, રિવાજો પ્રમાણે પોતાના પ્રાંત મુજબ આસ્થા પ્રમાણે ઉજવણી થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દશામાની ઉજવણીમાં કૌતુક ઉભું કરી, ચમત્કારનો માહોલ અને શ્રધ્ધાનો માહોલ ઉભો કરી લેભાગુઓ તત્વો દ્વારા રૂપિયા ખંખેરવાનું એકમાત્ર ષડયંત્ર બની ગયું છે દશામાના નામે મોટી કારોબાર અને પરપ્રાંતિય ભિખારીઓ કમાણી સાથે છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું છે. આવા લોકોથી સાવધાની રાખવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા લોકોને અપોલ કરવામાં આવી છે .
છેલ્લા ૨૦ વર્ષથી જોરશોર અને ઉન્માદથી દશામાની ઉજવણી થાય છે. તેમાં છેલ્લા વર્ષોમાં દશામાના વ્રતે જે હરણફાળ પ્રગતિ વિવિધ સ્વરૂપે તેમાં ચમત્કાર, વેપારે જે સ્થાન લીધું છે તે વિચારણીય છે. આ વ્રતમાં દશામાની મૂર્તિ તેનું વાહન સાંઢણી, તેના શ્રુંગાર, પુજાના સાધનો, ઉપવાસ, કથાઓની ચોપડીઓ, યુટયુબ ઉપર જે રીતે પ્રચાર ખર્ચ અને વેચાણ થઈ રહ્યું છે તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠશે. શ્રાવણ માસમાં રાજયમાં વ્રતની ઉજવણી ચાલી રહી છે જેનો મહત્તમ ફાયદો વેપારીઓ ઉપરાંત ચાલક ભૂઈમાં અને લેભાગુઓએ ઉઠાવે છે તેના સર્વેમાં મા દશામાના નામે વેપારીઓ ૨૦૦ કરોડનો ધંધો કરશે તેવો વિજ્ઞાન જાથાનો પ્રાથમિક અંદાજ છે. રાજયમાં દશામાની ભૂઈમાની સંખ્યા અગણિત છે. તેમાં પણ પૂણતી ભૂઈમાઓએ ચમત્કાર કરી લાખોની કમાણી શ્રદ્ધાળુના ખિસ્સામાંથી સેરવે છે. પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણવેલા વ્રતો, દેવ, દેવીઓના પ્રભાવ, શક્તિ, આરાધના, કથાઓ છે જ તેમાં વર્તમાન સમયે નવા દેવ- દેવીઓ, ચમત્કારિક વ્રતો, કથાઓનો નવા ચળકાટ સાથે પ્રચાર થઈ રહ્યો છે.
નવી દેવ-દેવીઓમાં ઉમેરી તેનો ફોટો પણ કાલ્પનિક બનાવી શ્રદ્ધાળુને આમાં ફસાવા સફળ થયાં છે. દશામાની વ્રતની કથાઓની ચોપડીઓ રોજની અસંખ્ય વેંચાય છે. ધાર્મિક દુકાનોમાં જથ્થાબંધ વેચાય છે. આ વ્રતની ચોપડીઓ ૨ રૂપિયાથી લઈને ૩૦ રૂપિયા સુધીના ભાવમાં મળે છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા,મહેસાણા, કડી, આણંદ, નડીયાદ, રાજકોટ, જામનગર, અમરેલી, જુનાગઢ, સુરેન્નગર, ભાવનગર સહિત જિલ્લાઓમાં ચોપડીઓનું ધૂમ વેચાણ થાય છે તેવું સર્વેમાં છે. વેપારીઓ ભાવમાં ફેરફાર કરે કે તુરંત બીજા અનુસરે છે. જો તમે બીજાને આ ચોપડી પ્રચાર નહિં કરો તો માતાજીની આફત ગમે તે સ્વરૂપમાં આવે તેવો ભય, પ્રચાર પત્ર પઅમુક લેભાગુઓ દ્વારા કરવામાં આવે છે .
વિજ્ઞાન જાથા લોકોની જીવનપદયતિમાં સુધારો થાય, પોતાના કુટુંબની આવક, સમાજનો વિકાસ, પુરૂષાર્થ, વાસ્તવિક બની, ખુલ્લુ મન રાખી ચિંતન કરી સત્ય સ્વીકારી પોતાનું જીવન સમુદય, આનંદદાયક બને તે માટે કામ કરે છે. જેમાં તમામ વર્ગના લોકોનો ટેકો ઈચ્છે છે. આગળ આવવા અનુયોષ કરે છે. પોત-પોતાના ધર્મ-ઉત્સવમાં તર્ક-શંકા કરી બારીકાઈથી નિરીક્ષણ કરી ઘૂંટાય નહિં અને માનસિક પછાત ન બને તે માટે પ્રયત્નશીલ થાય તે માટે અપીલ કરે છે.
જાથાના ચેરમેન જયંત પંડયા જણાવે છે કે વીસ વર્ષના અનુભવ આધારે દશામાના વ્રત સમયે વધુમાં વધુ કૌતુકોના ફોન અને માહિતી આવે છે. જેમાં ભુઈમાં ભુવા દશામાના સ્થાનકમાં સ્વયંભૂ પ્રાગટમ ચિત્ર દર્શન, કંકુ પગલા થયા, કોઈ વસ્તુમાં દશામા દેખાયા. પરચા સંબંધી વિવિધ હકિકત બહાર આવે છેઆ બધું વિઘ્યન જાથા દ્વારા ખોટું સાબિત કરવામાં આવ્યું છે. આ બધું માત્રને માત્ર બનાવો ઉભા કરવી, ગોઠવણ, પ્રચાયનો દુરઉપયોગ કરી કમાણી પર નજર રાખે છે. દશામાંના નામે ખોટી રીતે ધુણી છેતપિંડી કરતી ૮૦૮ ભુઇમનો પર્દાફર્ષ કરવામાં આવ્યો છે. અને ૨૮૦૦ ઢોંગી ભુઈમાના ઢોંગને બંધ કરવામાં આવ્યા છેઆ બનાવ પર થી લોકોએ બોધપાઠલેવાની જરૂર છે.
દશામાના વ્રત સમાપ્તે મૂર્તિઓ, તેના વાહન સાંઢણીને જળાશયોમાં પધરાવવામાં આવે છે. તેનો વિરોધ છે. જળાશયોનું પાણી પ્રદુષિત થશે તો વિશાળ જનસમાજનું આરોગ્ય જોખમાશે. પ્રદુષણનો વિચાર કરી મૂર્તિઓને અમુક સમય એકાંતમાં રાખી ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય તે વિચારવા અપીલ છે. પીવાના પાણી, ચેકડેમમાં ન નાખવા અનુરોધ છે. સરકારની જાગૃતતાના પ્રયાસના કારણે પીવાના પાણીમાં મૂર્તિઓ પધરાવવાનું બંધ થયું છે તે સારી બાબત છે.
જાથા માને છે કે માતા-પિતા જ ભગવાન, ગુરુ છે. ઘરને માનવ મંદિર બનાવવાની જરૂર છે. ધાર્મિક ક્રિયાકાંડો, વ્યર્થ રીત-રિવાજોના ખર્ચાઓ બંધ કરી રાષ્ટ્રીય અને સામાજિક વિકાસને અનુસરીને આ બાબતે ચિંતન કરવાની જરૂર છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0