દક્ષિણ 24 પરગણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 24 પરગણામાં ગુસ્સેથી ભરાયેલા ટોળાએ EVM અને VVPAT મશીનોને પાણીમાં ફેંકી દીધા છે. છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
દક્ષિણ 24 પરગણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 24 પરગણામાં ગુસ્સેથી ભરાયેલા ટોળાએ EVM અને VVPAT મશીનોને પાણીમાં ફેંકી દીધા છે. છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
આજે લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે બબાલની ઘટનાઓ સામે આવી રહી છે. દક્ષિણ 24 પરગણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 24 પરગણામાં ગુસ્સેથી ભરાયેલા ટોળાએ EVM અને VVPAT મશીનોને પાણીમાં ફેંકી દીધા છે. છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
મતદાનના સાતમા તબક્કાની શરૂઆતના થોડા સમય બાદ સમાચાર સામે આવ્યા કે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના એક મતદાન કેન્દ્ર પર સવારે મતદાન શરૂ થયા બાદ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા સમર્થિત બદમાશોએ સ્થાનિક લોકોને મતદાન કરતા અટકાવ્યા હતા. તેના વિરોધમાં સ્થાનિક લોકોએ મતદાન શરૂ થયાની 20 મિનિટમાં જ EVM અને VVPAT મશીનો તળાવમાં ફેંકી દીધા હતા. ટીએમસી સમર્થકો દ્વારા મતદારોને કથિત રીતે ધમકી આપવામાં આવી હતી, જેના કારણે ભીડ ઉશ્કેરાઈ ગઈ હતી અને ઈવીએમને તળાવમાં ફેંકી દીધા હતા.
આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ છે. આ ઘટના કુલતાલીના મેરીગંજના બૂથ નંબર 40 અને 41ની જણાવવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે તૃણમૂલ સમર્થિત બદમાશોએ તેમને મતદાન કરતા અટકાવ્યા હતા. જો કે તૃણમૂલ કોંગ્રેસે આ આરોપોને ફગાવી દીધા છે.
ઘટનાની માહિતી મળતા જ જયનગરના ભાજપના ઉમેદવાર અશોક કંડારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પંચના પ્રતિનિધિઓ પણ આવી પહોંચ્યા છે. તેઓએ તપાસ શરૂ કરી છે. પંચ આ ઘટના કોણે અંજામ આપ્યો તેની તપાસ કરી રહી છે. આ ઘટના બાદ આ બૂથ પર વૈકલ્પિક ઈવીએમ વડે ફરીથી મતદાન શરૂ થઈ ગયું છે. અહીં તળાવમાં EVM ફેંકવાની ઘટના પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસાની યાદ અપાવે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજ્યમાં પંચાયતની ચૂંટણી દરમિયાન બદમાશોએ કેટલીક જગ્યાએ મતપેટીઓ પાણીમાં ફેંકી દીધી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0