કેરળના વાયનાડ જિલ્લાના મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન થયું હતું. મળતી માહિતી મુજબ ઘણા લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર ફોર્સ અને NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે
કેરળના વાયનાડ જિલ્લામાં મંગળવારે સવારે ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે ભયાનક અકસ્માતોમાં મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 143 લોકોના મોત થયા છે અને 128 લોકો ઘાયલ થયા છે.
કેરળના પલ્લાકડમાં આરએસએસની ત્રણ દિવસીય સંકલન બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકના પ્રથમ દિવસે કુલ ચાર સત્રોની ચર્ચા કરવામાં આવી હતી.
કેરળના થ્રિસુર જિલ્લામાં કુથિરન નેશનલ હાઈવે પર એક લૂટની ઘટના બની હતી. લૂંટારાઓએ અહીં એક વેપારીને નિશાન બનાવ્યો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે કારના ડેશકેમમાં રેકોર્ડ થઈ ગયો હતો
દિવાળી પહેલા કેરળના કાસરગોડમાં એક મોટો અકસ્માત થયો છે. અહીંના એક મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટોરેજમાં રાખવામાં આવેલા ફટાકડામાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે.
કેરળના ત્રિશૂરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. કન્નુરથી લાકડા લઈ જતી ટ્રક હાઈવે પર બેકાબૂ થઈ ગઈ હતી. ટ્રકે ડિવાઈડર તોડીને રોડ પર સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા.
કેરળના કન્નુર જિલ્લામાં બુધવારે એક સ્કૂલ બસ પલટી જતાં 10 વર્ષની છોકરીનું મૃત્યુ થયું હતું અને અન્ય 18 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. પોલીસએ આ માહિતી આપી હતી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું કે ભારતની તાકાત એકતામાં રહેલી છે, જે સફળ અને વિજયી છે. અહીં વાદયામ્બડી ખાતે આરએસએસની સભાને સંબોધતા તેમણે કહ્યું કે હિન્દુ જીવનશૈલી તમામ સમસ્યાઓનું સમાધાન પૂરું પાડે છે
કેરળના મલપ્પુરમના અરીકોડ નજીક થેરાટ્ટમલ ખાતે સેવન્સ ફૂટબોલ મેચની ફાઇનલ પહેલા એક મોટો અકસ્માત થયો. મેચ શરૂ થાય તે પહેલાં થયેલા ફટાકડામાં ઘણા દર્શકો દાઝયા ગયા હતા
કેરળના તિરુવનંતપુરમમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8,900 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ 'વિઝિંજામ ઇન્ટરનેશનલ ડીપવોટર મલ્ટીપર્પઝ સીપોર્ટ' રાષ્ટ્રને સમર્પિત કર્યું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025