દિવાળી પહેલા કેરળના કાસરગોડમાં એક મોટો અકસ્માત થયો છે. અહીંના એક મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટોરેજમાં રાખવામાં આવેલા ફટાકડામાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે.
દિવાળી પહેલા કેરળના કાસરગોડમાં એક મોટો અકસ્માત થયો છે. અહીંના એક મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટોરેજમાં રાખવામાં આવેલા ફટાકડામાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે.
દિવાળી પહેલા કેરળના કાસરગોડમાં એક મોટો અકસ્માત થયો છે. અહીંના એક મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટોરેજમાં રાખવામાં આવેલા ફટાકડામાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વિસ્ફોટના કારણે સ્થળ પર સ્થિતી બગડી હતી. કાર્યક્રમમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા.
આ ઘટના અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં બની હતી. અહીં મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. કાર્યક્રમ માટે ફટાકડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેને સ્ટોરેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. દરમિયાન રાત્રે 12.30 વાગ્યે અચાનક ફટાકડા ફૂટવા લાગ્યા અને થોડી જ વારમાં ધુમાડાના વાદળો ઉડવા લાગ્યા.
ઘટના દરમિયાન લોકોએ મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું. વિસ્ફોટના કારણે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી 97 ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે.
પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે અને પરવાનગી વિના ફટાકડા ફોડવા અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ મંદિર સમિતિના 8 સભ્યો વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે બેદરકારીના કારણે ફટાકડાના સ્ટોરેજમાં આગ લાગી હતી અને આ ઘટના બની હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0