આ ચકચારી મામલામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આગકાંડમાં બે પોલીસ ઇન્સપેક્ટર, બે આસિસ્ટન્ડ એન્જિનિયર અને બે ડેપ્યુટી એન્જિનિયરને તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો કર્યા છે.
આ ચકચારી મામલામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આગકાંડમાં બે પોલીસ ઇન્સપેક્ટર, બે આસિસ્ટન્ડ એન્જિનિયર અને બે ડેપ્યુટી એન્જિનિયરને તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો કર્યા છે.
શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ ચકચારી મામલામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આગકાંડમાં બે પોલીસ ઇન્સપેક્ટર, બે આસિસ્ટન્ડ એન્જિનિયર અને બે ડેપ્યુટી એન્જિનિયરને તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને જાત નિરિક્ષણ કર્યું હતું. આ અતિગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની સુચનાઓ આપવામાં આવી હતી. જેને પગલે રાજ્ય સરકારે છ અધિકારીઓની તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો કર્યા છે. આ ગેમઝોન જરૂરી મંજુરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલિસ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના છ અધિકારીઓની જવાબદારી નિયત કરીને તેમની સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે
નોંધનીય છે કે, રાજકોટની સયાજી હોટલ પાસે ટી.આર.પી. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગથી 28 લોકો ભડથું થઈ ગયા હતા. આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પ્રજ્ઞેશ બી. ત્રાજીયા ફરિયાદી બન્યા છે. તેમણે ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી સહિત છ શખ્સ અને તપાસમાં ખૂલે એ શખ્સો સામે એફ.આઈ.આર. દાખલ કરી છે. આ આરોપીઓ સામે પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમ 304 સહિત ભારતીય દંડ સંહિતાની કલમ 308, 337, 338, 114 મુજબ ગુનો દાખલ કર્યો છે.
પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે કે, રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં આગની માહિતી મળતાં તાત્કાલિક બનાવવાળી જગ્યા પહોંચ્યા હતા. ઘટના સ્થળે જોતા માલૂમ પડ્યું હતું કે, જે.એસ. પાર્ટી પ્લોટ તથા આશુતોષ પાર્ટી પ્લોટ પર સંયુક્તપણે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર ધવલભાઈ ભરતભાઈ ઠક્કર તથા રેસ-વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને રાહુલ લલિતભાઈ રાઠોડે ભેગા મળીને ટીઆરપી ગેમઝોન તરીકે ઇન્ડોર આઉટડોર ગેમ્સની પ્રવૃત્તિ ચલાવે છે.
આ ઇન્ડોર ગેમ ઝોન બેથી ત્રણ માળ જેટલું ઉંચુ તથા આશરે 20 મીટર લાંબુ, 50 મીટર પહોળું તથા ફેબ્રિકેશનના સ્ટ્રક્ચર પર ચારેબાજુ પતરાથી ઢાંકવામાં આવ્યું હતું. આ ગેમ ઝોનનું 10 મીટર લાંબુ તથા આશરે 50 મીટર પહોળું ફેબ્રિકેશનનું આખું સ્ટ્રક્ચર આગની લપેટમાં આવ્યું હતું.
આ દરમિયાન ફાયર વિભાગ દ્વારા પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવામાં આવી હતી. જે ભાગમાં આગ કાબૂમાં આવી હતી તે જગ્યાએથી પ્રવેશ કરી ફાયર કર્મચારીઓએ આગથી બળેલા માનવ શરીરો બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0