વાવાઝોડાને લઈ એક લાખથી વધુ લોકોને વિવિધ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેમલની અસર ચાર કલાક સુધી ચાલુ રહેશે અને તેનું કેન્દ્ર રાત્રે 8.30 વાગ્યે દરિયાકિનારાથી લગભગ 30 કિમી દૂર હતું. જે બાદમાં રાત્રે 12 વાગ્યા બાદ તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ હતું.