રાજસ્થાનના અજમેરના દિગ્ગી બજારમાં નાઝ હોટેલમાં ભીષણ આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે અને એક બાળક સહિત પાંચ લોકો ઘાયલ થયા છે.
રાજસ્થાનના અજમેરના દિગ્ગી બજારમાં નાઝ હોટેલમાં ભીષણ આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે અને એક બાળક સહિત પાંચ લોકો ઘાયલ થયા છે.
રાજસ્થાનના અજમેરના દિગ્ગી બજારમાં નાઝ હોટેલમાં ભીષણ આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે અને એક બાળક સહિત પાંચ લોકો ઘાયલ થયા છે. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી, જેના કારણે મહેમાનોમાં ગભરાટ ફેલાયો હતો. સાંકડી શેરીઓના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો, પરંતુ ફાયર અને પોલીસ કર્મચારીઓએ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે અથાક મહેનત કરી હતી.
માહિત માહિતી અનુસાર આજે સવારે દિગ્ગી બજાર વિસ્તારમાં એક હોટલમાં આગ લાગી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બે પુરુષો, એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકોના મૃત્યુ થયા છે."અધિક પોલીસ અધિક્ષક હિમાંશુ જાંગીડે જણાવ્યું હતું કે, "હોટલ તરફ જતો રસ્તો સાંકડો હોવાથી બચાવ કામગીરી મુશ્કેલ બની રહી છે. શરૂઆતમાં, આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી."
હોટલમાં હાજર એક વ્યક્તિએ કહ્યું કે વિસ્ફોટનો અવાજ આવ્યો, ત્યારબાદ તે તેની પત્ની સાથે બહાર દોડી ગયો. હોટેલમાં રોકાયેલા માંગીલા કાલોસિયાએ કહ્યું, "એક મહિલાએ તેના બાળકને મારા ખોળામાં બારીમાંથી ફેંકી દીધું. તેણે બિલ્ડિંગ પરથી કૂદવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ અમે તેને રોકી. તેમણે કહ્યું કે એક વ્યક્તિએ બારીમાંથી પણ કૂદકો માર્યો હતો અને તેના માથામાં ઈજા થઈ હતી.."
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0