અમદાવાદમાં ચંડોળા તળાવમાં આજે બીજી તબક્કાનું ડિમોલિશન શરૂ થયું છે. નોંધનીય છે કે, અગાઉ ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર દબાણો હટાવાયા હતા. જે બાદમાં હવે આજથી ચંડોળા તળાવ આસપાસ ફરી મેગા ડિમોલિશન શરૂ થયું છે
અમદાવાદમાં ચંડોળા તળાવમાં આજે બીજી તબક્કાનું ડિમોલિશન શરૂ થયું છે. નોંધનીય છે કે, અગાઉ ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર દબાણો હટાવાયા હતા. જે બાદમાં હવે આજથી ચંડોળા તળાવ આસપાસ ફરી મેગા ડિમોલિશન શરૂ થયું છે
અમદાવાદમાં ચંડોળા તળાવમાં આજે બીજી તબક્કાનું ડિમોલિશન શરૂ થયું છે. નોંધનીય છે કે, અગાઉ ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર દબાણો હટાવાયા હતા. જે બાદમાં હવે આજથી ચંડોળા તળાવ આસપાસ ફરી મેગા ડિમોલિશન શરૂ થયું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ કમિશનર જી.એસ.મલિક અને AMCના અધિકારીઓ હાજર રહેશે. આ કામગીરી માટે 3,000 પોલીસકર્મીઓનો તૈનાત કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી માટે 25 SRPની કંપની પણ સામેલ છે. અગાઉ ફેઝ 1માં 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ડીમોલેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
https://x.com/AHindinews/status/1924637201209688275
https://x.com/ANI/status/1924642864648356328
અત્યાર સુધીમાં 201 બાંગલાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે કુલ 2 હજાર 1 લોકોને આ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે. ચંડોળા તળાવ વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓનું હબ બની ગયો હોવાના અહેવાલો બાદ AMCએ આ કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે.ઈસનપુર વિસ્તારમાં આવેલા સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફના રોડ પર આવેલા નાના મોટા કાચા પાકા મકાનો તોડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગઇકાલે રાત્રે રાતના અંધારામાં લોકો પોતાના ઘર ખાલી કરતા જોવા મળ્યા હતા. અહીં AMCએ સોમવારે બપોરે જ આ વિસ્તારમાં લોકોને ઘર ખાલી કરી દેવા ચેતવણી આપી હતી. મોડી સાંજે અને રાત્રીના સમયે ઘરમાંથી પોતાનો સામાન બહાર કાઢી વાહનોમાં લઈ રવાના થતા જોવા મળ્યા હતા.
ચંડોળા તળાવમાં ડિમોલિશનનો બીજો રાઉન્ડ
આજે સવારે 7 વાગ્યાથી ડીમોલેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 201 જેટલા બાંગલાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અહીંથી લોકો જશે તેમની માટે AMC દ્વારા મકાનો ફાળવવામાં આવ્યા છે. અત્યાર સુધી 2001 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0